Italy Bus accident: ઈટાલીમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. જ્યારે આ માર્ગ અકસ્માતમાં 21 લોકોના મોત થયા છે , જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈટાલીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અકસ્માત ઈટાલીના વેનિસ શહેરમાં થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈટાલીના વેનિસના મેસ્ત્રેમાં એક બસ પલટી ગઈ અને રસ્તા પર ઉતરી ગઈ. રેલવે ટ્રેક પાસે પડેલી બસમાં તરત જ આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં 21 લોકોના મોત થયા હતા અને માત્ર 15 લોકોને જ બચાવી શકાયા હતા.



