Janmashtami : જન્માષ્ટમીના પર્વ પર ધર્મનગરી દ્વારકામાં રંગારંગ ઉજવણી કરવામાં આવી રહી છે. જગત મંદિરના સમગ્ર પરિસરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. તો વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને દર્શનમાં અગવડ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરાઈ છે.. કાલથી જ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યાં છે. તો ખેડા જિલ્લામાં આવેલુ ડાકોરનું રણછોડજીનું સુપ્રસિદ્ધ મંદિર દીવડાથી ઝળહળી ઉઠ્યું હતું. ડાકોર મંદિરમાં રંગબેરંગી રોશની કરવામાં આવી હતી.
Janmashtami: ખેડા જિલ્લામાં આવેલુ ડાકોરનું રણછોડજીનું સુપ્રસિદ્ધ મંદિર દીવડાથી ઝળહળી ઉઠ્યું
Janmashtami: દેશભરમાં આજે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. રંગેચંગે વ્હાલાને વધાવવા લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. તો ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ મંદિરો જેવા કે દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના મંદિરોમાં આજે જન્માષ્ટમી પર્વનો અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના પર્વ પર ધર્મનગરી દ્વારકામાં રંગારંગ ઉજવણી કરવામાં આવી રહી છે. જગત મંદિરના સમગ્ર પરિસરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે.
તો વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને દર્શનમાં અગવડ ન પડે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. તો ખેડા જિલ્લામાં આવેલુ ડાકોરનું રણછોડજીનું સુપ્રસિદ્ધ મંદિર પણ જય રણછોડ માખણચોર ના નાદથી ગુંજી રહ્યું છે. તો સાંજે દીવડાઘરના હજારો દિવડાથી મંદિર ઝળહળી ઉઠશે. કૃષ્ણ મંદિરોમાં આજે ભક્તોની ભીડ ઉમટી રહી છે.
તો આ તરફ શામળાજીમાં ભગવાન શામળીયા એટલે કે કાળિયા ઠાકોરજીના દર્શન કરવા માટે આદીવાસી સમાજ અને વૈષ્ણવ સમાજ મોટી સંખ્યામાં ઉમટી રહ્યો છે. કાળિયા ઠાકોરના દર્શન આ દિવસે કરવાનુ આદીવાસી સમાજમાં ખૂબ જ મહત્વ છે. જેને લઈ મોટી ભીડ અહીં રાજસ્થાન અને ગુજરાતથી ભક્તો ઉમટી રહ્યાં છે.
આજે ભગવાનને દિવ્ય શણગાર સજવામાં આવતો હોય છે. ભગવાનને સુંદર વાઘાથી સજાવવા સાથે સોના, ચાંદી અને હિરા જડીત આભૂષણોનો શણગાર કરવામાં આવ્યા છે. આજે ભગવાનને સોનાની વાંસળી અને હિરા જડીત મુગટ પણ સજાવવામાં આવી રહ્યો છે. આમ અલભ્ય દર્શનનો લાભ આ દિવસે મળતો હોય છે.
એસટી નિગમ તહેવારને લઈ ખાસ વ્યવસ્થા
તો આ તરફ જન્માષ્ટમી પર્વને લઈ એસટી નિગમે વિશેષ વ્યવસ્થા કરી છે. એસટી નિગમ તહેવારને લઈ વધારાની બસો દોડાવી રહી છે. એસટી નિગમ વધારાના 1200 રૂટ ફાળવાયા છે. જેમાં ડાકોર, દ્વારકા, અંબાજી સહિતના ધાર્મિક સ્થળો માટે વધારાની બસ દોડાવવામાં આવી રહી છે. ગ્રુપ માટે પણ વિશેષ બસો આપવામાં આવી છે.. મુસાફરોનો ઘસારો વધે તે તરફ વધારાની બસ દોડાવવા સૂચના અપાઈ છે.
પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી કરાઈ છે. જેમાં ગુજરાતના જાણીતા કલાકારો લોક ડાયરો, લોક સંગીત તથા ભકિત સંગીતની રમઝટ બોલાવશે. ભગવાન શ્રી કૃષ્ણનો 5250મો જન્મોત્સવ છે. જન્માષ્ટમી પર્વને લઈ દ્વારકામાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જગત મંદિરના પરિસર, બજારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પોલીસ અને એસઆરપીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તો ટ્રાફિકના સંચાલક માટે બજારોમાં પોલીસ જવાનો ગોઠવી દેવાયા છે.