Almonds benefits and side effects: ભારતીય ઘરોમાં સવારે ખાલી પેટે પલાળેલી બદામ ખાવાની પરંપરા વર્ષો જૂની છે. બદામને સુપરફૂડ માનવામાં આવે છે કારણ કે તેમાં પ્રોટીન, ફાઇબર, હેલ્ધી ફેટ, વિટામિન E અને મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. રોજ બદામ ખાવાથી શરીરને તાકાત મળે છે અને મગજ તેજ બને છે. પરંતુ, શું તમે જાણો છો કે કોઈપણ હેલ્ધી વસ્તુ જો મર્યાદા કરતા વધારે ખાવામાં આવે તો તે શરીરને મોટું નુકસાન પહોંચાડી શકે છે? બદામના કિસ્સામાં પણ બરાબર આવું જ છે.

