Isha Ambani Navratri look: અંબાણી પરિવાર કોઈપણ તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવા માટે જાણીતો છે. ગણેશોત્સવ હોય કે નવરાત્રી, આખો પરિવાર હંમેશા પોતાના ટ્રેડિશનલ લુકથી લાઈમલાઈટમાં રહે છે. તાજેતરમાં નવરાત્રી અને 'સ્વદેશ' ના એક વર્ષ પૂર્ણ થવાના ખાસ અવસરે ઈશા અંબાણીનો એથનિક 'દેવી શક્તિ' લુક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ મલ્ટીકલર લહેંગામાં ઈશા કોઈ સાક્ષાત દેવીથી કમ નથી લાગી રહી.

