Dry Lips: ફાટેલા હોઠને ગુલાબની પાંખડી જેવા મુલાયમ કરી દેશે ઘરની આ વસ્તુઓ, રાતે સૂતા પહેલા લગાવો, પછી જુઓ કમાલ
Dry Lips In Winters: જો તમે પણ શિયાળામાં હોઠ ફાટવાની સમસ્યાથી કંટાળ્યા હોવ અને હોઠને ફૂલ જેવા કોમળ અને મુલાયમ બનાવવા માગતા હોય તો અહીં જણાવેલા નુસખા તમારા કામ આવશે.
Dry Lips In Winters: હોઠને મુલાયમ બનાવવાના ઘરેલુ ઉપાય
Lip Care: હોઠની સ્કિન ખૂબ જ પાતળી હોય છે તેથી તેના પર શિયાળાની શુષ્ક હવાની અસર પણ તરત જ જોવા મળે છે. ફાટેલા હોઠ ડ્રાય થઇ જાય છે અને દેખાવમાં પણ સારા નથી લાગતાં. આ ઉપરાંત તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. આ ઉપરાંત હોઠ ચાટતાં રહેવાથી અથવા તો હોઠને પૂરતું મોઇશ્ચર ન મળે તો પણ હોઠ ડ્રાય (Dry Lips) થવા લાગે છે. તેવામાં અહીં જાણો કે કઇ રીતે તમે હોઠની ડ્રાયનેસથી છૂટકારો મેળવી શકો છો અને કયા ઘરેલુ ઉપાય હોઠને મુલાયમ બનાવવા માટે અસરકારક છે.
હોઠને મુલાયમ બનાવવાના ઘરેલુ ઉપાય (Dry Lips Home Remedies )
હોઠની ડ્રાયનેસ દૂર કરવા માટે કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્રયાસ કરો કે તમે કોઇ લિપ બામ કે લિપ ઓઇલ લગાવો જેથી હોઠને મોઇશ્ચર મળી શકે. ભરપૂર માત્રામાં પાણી પીતા રહો જેનાથી શરીર હાઇડ્રેટ રહે. આ ઉપરાંત હોઠ ચાટવાની આગત છોડો. મોઢાથી શ્વાસ લેવાનું ટાળો, સ્મોકિંગ છોડો અને તડકામાં વધુ સમય રહેવાનું પણ ટાળો.
નાળિયેરનું તેલ
ફાટેલા હોઠ (Chapped Lips)ની સમસ્યા દૂર કરવા માટે નાળિયેરના તેલનો ઉપયોગ કરી શકાય છે. નાળિયેર તેલને હોઠ પર આખી રાત લગાવીને પણ સૂઇ શકાય છે અથવા તો દિવસે પણ લગાવી શકાય છે.
મધ
મધ એક સારુ એક્સફોલિએટર પણ છે અને હોઠને મોઇશ્ચર પણ આપે છે. મધમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને હોઠ પર લાગવો. થોડી વાર પછી હોઠ ધોઇને સાફ કરી લો.
ઘી
ઘી (Ghee)નો ઉપયોગ પણ હોઠની સમસ્યા દૂર કરી શકે છે. તેનાથી ડેમેજ્ડ સ્કિન સેલ્સ રિપેર થાય છે અને હોઠને હાઇડ્રેશન પણ મળી જાય છે.
દૂધની મલાઇ લગાવો
જો તમારી પાસે ઘી ન હોય તો તમે દૂધની મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો. દૂધની મલાઈ હોઠને કોમળ બનાવે છે અને ડ્રાયનેસ દૂર કરે છે. તેથી, દરરોજ રાત્રે સૂતા પહેલા દૂધની મલાઇથી તમારા હોઠની માલિશ કરો. બે-ત્રણ દિવસ આમ કરવાથી તમારા ડ્રાય હોઠ મુલાયમ થઈ જશે.
સુગર
હોઠને સ્ક્રબ (Scrub) કરવાથી પણ ડ્રાયનેસ ઓછી થઇ શકે છે. તેના માટે ખાંડમાં મધ મિક્સ કરીને હોઠ પર સ્ક્રબ કરો અને પછી ધોઇ લો. અઠવાડિયામાં એક વાર હોઠને સ્ક્રબ કરી શકાય છે.
ઓલિવ ઓઇલ
તમે રાત્રે સૂતા પહેલા હોઠ પર ઓલિવ ઓઈલ પણ લગાવી શકો છો. ફાટેલા હોઠને ઝડપથી રિપેર કરવામાં અને તેને ફરીથી ડ્રાય થવાથી અટકાવવામાં પણ આ ખૂબ જ અસરકારક છે. જો તમારા હોઠ ખૂબ ડ્રાય હોય તો તમે ઓલિવ ઓઈલ સાથે ખાંડ મિક્સ કરી શકો છો. ખાંડ તમારા હોઠને એક્સ્ફોલિયેટ કરશે અને ડેડ સ્કિન સેલ્સને દૂર કરવામાં મદદ કરશે.