Renjusha Menon Death News: મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી રેંજુષા મેનને આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીનો મૃતદેહ તિરુવનંતપુરમ વાળા ફ્લેટમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ તે ફેન્સ ઘણા પરેશાન છે.

35 વર્ષીય અભિનેત્રી રેંજુષા મેનન પોતાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. તે પોતાના પરિવાર સાથે જે ફ્લેટમાં રહેતી હતી ત્યાંથી તેનો મૃતદેહ મળ્યો છે. અભિનેત્રીના પરિવારજનોનું કહેવું છે કે, સોમવાર સવારે રેંજુષાનો રૂમ બંધ હતો, દરવાજો ખખડાવતા તેને અભિનેત્રીએ અંદરથી કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. બળપૂર્વક દરવાજો ખોલ્યો ત્યારે રેંજુષા લટકતી હાલતમાં મળી આવી હતી.
પોલીસ આ મામલે તપાસમાં જોડાઈ ગઈ છે. અત્યારસુધી અભિનેત્રીનું મોતનું કારણ સામે આવ્યું નથી. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે, આર્થિક તંગીના કારણે અભિનેત્રીએ આ પગલું ભર્યું છે. કેરળના કોચ્ચિમાં જન્મેલી રેંજુષા મેનને ઘણા ટીવી શોમાં કામ કર્યું હતું. તેને શો 'સ્ત્રી'થી પોતાનું ડેબ્યૂ કર્યું હતું. તે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.