Shubh Yatra: ગુજરાતી ફિલ્મ 'શુભ યાત્રા'નું આજે એટલે કે 6 જુલાઈએ ShemarooMe પર વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર થશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા મનીષ સૈની દ્વારા નિર્દેશિત આ ફિલ્મના લીડ રોડમાં મલ્હાર ઠાકર છે. શુભયાત્રામાં મોનલ ગજ્જર, દર્શન જરીવાલા, હિતુ કનોડિયા, અર્ચન ત્રિવેદી, હેમિન ત્રિવેદી, મગન લુહાર, સુનીલ વિશરાણી, જય ભટ્ટ જેવા કલાકારોનો સમાવેશ થાય છે. આ ફિલ્મ ગુજરાતીઓમાં તેમના ‘યુએસ ડ્રીમ’ને સાકાર કરવા માટેના ક્રેઝ માટે રમૂજી અને સૂક્ષ્મ અભિગમ અપનાવે છે અને વિદેશમાં વધુ સારા જીવનની ઈચ્છા અને ગેરકાયદેસર માધ્યમોનો આશરો લેતી વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર પ્રકાશ પાડે છે. આ ફિલ્મ રમૂજ, ડ્રામા અને કૌટુંબિક મૂલ્યોનું નિપુણતાથી ચિત્રણ કરે છે. વિદેશ જવા ઇચ્છતા દરેકને એમ લાગે કે આ ફિલ્મ તેમના જીવનનો હિસ્સો છે.



