Gujarat Rain Prediction: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની બારે મેઘ ખાંગાની આગાહી, ચોતરફ થશે જળબંબાકાર | Moneycontrol Gujarati
Get App

Gujarat Rain Prediction: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની બારે મેઘ ખાંગાની આગાહી, ચોતરફ થશે જળબંબાકાર

Rain Prediction: ગુજરાતમાં આગામી અઠવાડિયા સુધી ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે ભારે વરસાદનો વરતારો કરીને ખેડૂતોને સાવધાન રાહેવાની સલાહ પણ આપી છે. અંબાલાલ પટેલે 24મી જુલાઈ સુધી ભારે વરસાદ રહેવાની આગાહી કરી છે.

અપડેટેડ 11:41:35 AM Jul 21, 2023 પર
Story continues below Advertisement
ગુજરાતમાં આગામી અઠવાડિયા સુધી ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

Rain Prediction: રાજ્યમાં ખેડુતો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી આશા લઈને બેઠા છે પરંતુ હજુ પણ વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ છે. ખેડૂતો હવે તડકો નીકળે તો સારું થાય તેમ માનીને મેઘો શાંત પડે તેવી ઈચ્છા રાખીને બેઠા છે. જોકે, રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યભરમાં ઓછા-વધતા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. જેમાં તેમણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

રાજ્યમાં ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ થઈ રહ્યો છે. હજુ પણ વરસાદનુ જોર યથાવત છે. છેલ્લા 27 દિવસમાં ગુજરાતમાં સરેરાશ 60 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. એક પછી એક સિસ્ટમ આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે જેના કારણે વરસાદનું જોર હાલ ઘટવાની શક્યતાઓ નથી.

આજે પણ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અત્યાત ભારે વરસાદની સંભાવનાઓ છે. તેમજ અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, ભરૂચ, તાપી, સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદ થશે. તેમજ કેટલાક વિસ્તારમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે.


મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે તેવી સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. જેમાં તેમણે અમદાવાદના ભાગો સુધી ભારે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે. વરસાદી પવનનુ જોર પણ વધશે. અંબાલાલે પવન સાથે ભારે વરસાદ થવાની સંભાવનાઓ સાથે ખેડૂતોને બાગાયતી પાકોનુ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરીને અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રના વરસાદ અંગે વાત કરીને જણાવ્યું કે, સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદ થશે, જનધનની હાની ન થાય તેની કાળજી રાખવી જરુરી છે. આ સાથે તેમણે પવન અને વીજળી સહિત વરસાદની શક્યતાઓ હોવાથી સાવધાની રાખવાની સલાહ તેઓ લોકોને આપી રહ્યા છે.

અંબાલાલ પટેલે વધુમા જણાવ્યુ છે. કે ઓગસ્ટમાં ભૂ-મધ્ય મહાસાગર પર ત્રણ સ્ટોમ સક્રિય થશે. જે સ્ટોર્મની અસરથી અરબ સાગરનો ભેજ સક્રિય થતા સ્ટોર્મ તરફ ખેચાશે. ઓગસ્ટમાં આ ગતિવિધીના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ભૂ-મધ્ય મહાસાગરના ઉપરના ભાગોમાં વેપારી પવનો ફૂકાશે. આ સિસ્ટમ બનવાના મુખ્ય કારણો હિંદ મહાસાગરનું હવામાન સાનુકૂળ હોય તો આવી સિસ્ટમ બની શકે તેવુ માનવુ છે. ઓગસ્ટમાં બેક-ટુ-બેક વરસાદ લાવે તેવી શક્યતા છે અને ભિન્ન ભિન્ન સિસ્ટમો બની રહી છે. અરબ સાગરનો ભેજ તથા બંગાળના ઉપસાગરના ભેજના કારણે વરસાદ પડશે.

આ પણ વાંચો - Manipur Viral Video: મહિલાઓને નગ્ન કરવા માટે 4ની ધરપકડ, મુખ્ય આરોપીનું ઘર ટોળાએ સળગાવ્યું

MoneyControl News

MoneyControl News

First Published: Jul 21, 2023 11:18 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.