Navratri 2023: નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને ખેલૈયાઓની સુવિધાઓમાં ઓર એક વધારો થવા જઇ રહ્યો છે. અમદાવાદમાં હવે ખેલૈયાઓ કોઇ ચિંતા વગર મોડી રાત સુધી ગરબા રમી શકશે. 15 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં નવરાત્રિનો થનગનાટ છવાયેલો રહેવાનો છે ત્યારે સરકાર તરફથી ખેલૈયાઓને અવનવી ભેટ મળી રહી છે.
પહેલા તો સરકારે રાત્રે 12 વાગ્યા બાદ પણ ગરબા ચાલુ રાખવા અંગે મંજૂરી આપી છે અને હવે અમદાવાદમાં સ્થાનિક તંત્ર દ્વારા મેટ્રો સેવાને 2 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. એટલે કે રાત્રે 2 વાગ્યા સુધી ખેલૈયાઓ મેટ્રોનો ઉપયોગ કરી શકશે. અમદાવાદના દૂરના વિસ્તારોમાં ગરબા રમવા જતા ખેલૈયાઓ માટે આ એક મોટી રાહતના સમાચાર છે. જેનાથી ખેલૈયાઓને ઘણો જ ફાયદો થશે.