સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઓઇલ ટેન્કર પર મિસાઈલ હુમલો, ભીષણ આગ લાગી, ઈરાને કહ્યું- 'અમારી વાત નહોતો માની રહ્યો' | Moneycontrol Gujarati
Get App

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઓઇલ ટેન્કર પર મિસાઈલ હુમલો, ભીષણ આગ લાગી, ઈરાને કહ્યું- 'અમારી વાત નહોતો માની રહ્યો'

ઓમાન પાસે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં ઓઇલ ટેન્કર પર હુમલો થતાં ભીષણ આગ. UKMTO દ્વારા ઘટનાની પુષ્ટિ. ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ વધ્યો. લેટેસ્ટ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો.

અપડેટેડ 10:19:31 AM Jul 07, 2026 પર
Story continues below Advertisement
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' દુનિયાના સૌથી મહત્વપૂર્ણ વેપારી માર્ગોમાંથી એક છે. શાંતિના સમયે પણ વિશ્વના કુલ ઓઇલ અને નેચરલ ગેસના વેપારનો લગભગ 20 ટકા ભાગ માત્ર આ જ રસ્તેથી પસાર થાય છે.

ઓમાનના તટ પાસે આવેલા અત્યંત સંવેદનશીલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં મંગળવારે વહેલી સવારે એક ઓઇલ ટેન્કર પર પ્રોજેક્ટાઇલ વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બ્રિટનની સૈન્ય અને દરિયાઈ દેખરેખ એજન્સી UKMTO (યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ) એ આ ગંભીર ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાનમાં સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈની અંતિમવિધિની પ્રક્રિયા ચાલી રહી છે અને સમગ્ર મધ્ય પૂર્વ વિસ્તારમાં પહેલાથી જ ભારે તણાવનો માહોલ છે.

ઈરાને લીધી જવાબદારી? કહ્યું- 'ચેતવણી નજરઅંદાજ કરી'

આ હુમલા બાદ તરત જ શંકાની સોય ઈરાન તરફ વળી હતી. થોડા સમય બાદ ઈરાનના સરકારી મીડિયાએ સ્પષ્ટ નિવેદન આપતા કહ્યું કે, "ઓઇલ ટેન્કરે અમારી ચેતવણીઓને નજરઅંદાજ કરી હતી."નોંધનીય છે કે, અગાઉ પણ ઓમાનના તટ પાસેથી પસાર થતા જહાજો પર હુમલા કરાવવાના આરોપ ઈરાન પર લાગી ચૂક્યા છે. જેતરમાં જ ઈરાનની સંયુક્ત સૈન્ય કમાન્ડે તમામ જહાજોને કડક ચેતવણી આપી હતી કે તેમણે માત્ર ઈરાન દ્વારા નક્કી કરાયેલા સુરક્ષિત દરિયાઈ માર્ગનો જ ઉપયોગ કરવાનો રહેશે.

'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' દુનિયાના સૌથી મહત્વપૂર્ણ વેપારી માર્ગોમાંથી એક છે. શાંતિના સમયે પણ વિશ્વના કુલ ઓઇલ અને નેચરલ ગેસના વેપારનો લગભગ 20 ટકા ભાગ માત્ર આ જ રસ્તેથી પસાર થાય છે. ઓમાનના લિમા વિસ્તાર પાસે બની ઘટના KMTO ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, આ હુમલો ઓમાનના લિમા વિસ્તાર પાસે થયો હતો. જહાજ જ્યારે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' થી દક્ષિણ દિશામાં ઓમાનના અખાત તરફ આગળ વધી રહ્યું હતું, બરાબર ત્યારે જ જહાજની ડાબી બાજુ પર એક પ્રોજેક્ટાઇલ આવીને ટકરાયું હતું. જોકે, એજન્સીએ રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે આ હુમલાથી દરિયાઈ પર્યાવરણને કોઈ નુકસાન પહોંચ્યું નથી અને હાલ આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો અટકી


આ હુમલા અને ઈરાનની આંતરિક સ્થિતિને કારણે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો હાલ પૂરતી અટકી ગઈ છે. એવું માનવામાં આવે છે કે સુપ્રીમ લીડરની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ જ આ વાતચીત ફરી શરૂ થઈ શકે છે.

રિપોર્ટ્સ અનુસાર, અંતિમ સંસ્કારની સભામાં હાજર કેટલાક લોકોએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ભારે નારેબાજી કરી હતી. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે પણ આકરા શબ્દોમાં નિવેદન આપ્યું હતું કે તેઓ અંતિમ સંસ્કારના 1 અઠવાડિયા સુધી ઈરાન પર કોઈ સૈન્ય હુમલો નહીં કરે. પરંતુ તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે કાં તો ઈરાન સાથે નવી ડીલ થશે, અથવા તો અમેરિકા સીધી અને કડક કાર્યવાહી કરશે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 07, 2026 10:19 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.