Get App

U-19 એશિયા કપમાં પાકિસ્તાનને હરાવનાર મોહિત ઉલવાને મળ્યું મોટું ઇનામ, સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં થઈ એન્ટ્રી

U-19 એશિયા કપ ફાઈનલમાં છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી ભારતને ચેમ્પિયન બનાવનાર સુરેન્દ્રનગરના મોહિત ઉલવાનીની સૌરાષ્ટ્ર સિનિયર ટીમમાં પસંદગી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઈન્દોર ખાતે ટીમ સાથે જોડાશે.

MoneyControl Newsઅપડેટેડ Nov 15, 2026 પર 3:09 PM
U-19 એશિયા કપમાં પાકિસ્તાનને હરાવનાર મોહિત ઉલવાને મળ્યું મોટું ઇનામ, સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં થઈ એન્ટ્રીU-19 એશિયા કપમાં પાકિસ્તાનને હરાવનાર મોહિત ઉલવાને મળ્યું મોટું ઇનામ, સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં થઈ એન્ટ્રી
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં મોહિત ઉલવાનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે.

Mohit Ulwa Saurashtra team: ક્રિકેટના મેદાન પર જ્યારે કોઈ યુવા ખેલાડી દબાણમાં પણ હિંમત ન હારે અને છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી દેશને ચેમ્પિયન બનાવી દે, તો તેની મહેનતનું ફળ ચોક્કસ મળે છે. ગુજરાતના સુરેન્દ્રનગરના 18 વર્ષીય મોહિત ઉલવા સાથે બરાબર આવું જ થયું છે. અંડર-19 એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત અપાવનાર આ યુવા બેટ્સમેનને હવે સૌરાષ્ટ્રની સિનિયર ક્રિકેટ ટીમમાં જગ્યા મળી ગઈ છે.

SCA એ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે કરી પસંદગી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં મોહિત ઉલવાનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. SCA ના પ્રમુખ જયદેવ શાહે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે મોહિતને સીધો ઈન્દોર પહોંચીને સૌરાષ્ટ્રની ટીમ સાથે જોડાવાની સૂચના આપી દેવામાં આવી છે. હાલમાં સૌરાષ્ટ્રની ટીમ ઈન્દોરમાં SMAT ના મુકાબલા રમી રહી છે.

જયદેવ શાહે કરી મોહિતના જુસ્સાની પ્રશંસા

બધા સમાચાર

+ વધુુ વાંચો