Gujarat weather update: રાજ્યમાં ચોમાસાની વિદાયના સમયે ફરી એકવાર આકાશ પાંચ દિવસ સુધી વાદળછાયું રહેશે. આ સમયગાળા દરમિયાન, કેટલાક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડશે અને કેટલાક સ્થળોએ હળવા ઝરમર વરસાદ પડશે. સોમવારે પણ અમદાવાદ અને સુરત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે.

