Bank in Nagpur: મહારાષ્ટ્રના નાગપુરમાં નાગ નદીના પૂરના પાણી એક બેન્કમાં ઘૂસી જતાં 400 કરોડ રૂપિયાની નોટો બરબાદ થઈ ગઈ હતી. બેન્ક ઓફ મહારાષ્ટ્ર (BoM) ની સીતાબર્ડીના ઝોનલ ઓફિસ પૂરના પાણીમાં ડૂબી ગઈ હતી. જેના કારણે બેન્કમાં રાખવામાં આવેલી સો કરોડની નોટો ભીંજાઈ ગઈ હતી. બેન્કનું લેટેસ્ટ અપડેટ આરબીઆઇને આપવામાં આવ્યું છે. હાલમાં બેન્ક અધિકારીઓએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. 23 સપ્ટેમ્બરે નાગ નદીના પૂરનું પાણી બેન્કના સ્ટ્રોંગ રૂમમાં ઘૂસી ગયું હતું. બેન્ક પરિસરમાંથી પાણી હટાવવામાં 24 કલાકથી વધુ સમય લાગ્યો હતો.



