Neeraj Chopra Athletics Rankings: ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા વિશ્વ એથ્લેટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની પુરુષોની ભાલા ફેંક રેન્કિંગમાં તેની કારકિર્દીમાં પ્રથમ વખત વિશ્વનો નંબર વન બની ગયો છે. નીરજ ચોપરા 1,455 માર્ક્સ સાથે ટોપ પર છે. તે ગ્રેનાડાના વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ (1,433) કરતા 22 પોઈન્ટ આગળ છે. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ચેક રિપબ્લિકનો જેકબ વાડલેજ 1416 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. આ ભારતીય સ્ટારે પ્રથમ વખત આ રેન્કિંગ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે.



