Pakistani Actress: અરે આ શું બોલી ગઈ પાકિસ્તાની એક્ટ્રેસ, બાંગ્લાદેશ ભારતને હરાવશે તો શું કરી નાંખશે..? | Moneycontrol Gujarati
Get App

Pakistani Actress: અરે આ શું બોલી ગઈ પાકિસ્તાની એક્ટ્રેસ, બાંગ્લાદેશ ભારતને હરાવશે તો શું કરી નાંખશે..?

Pakistani Actress: પાકિસ્તાનની હાર બાદ તેમના સમર્થકોના દિલ તૂટી ગયા છે. હવે તેઓ ભારતની હારની દુવા કરી રહ્યા છે. જેમાં પાકિસ્તાની એક્ટ્રેસ પણ સામેલ છે. પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બોલ્ડ નિવેદન આપ્યું છે.

અપડેટેડ 10:33:33 AM Oct 19, 2023 પર
Story continues below Advertisement
Pakistani Actress: પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બોલ્ડ નિવેદન આપ્યું છે.

Pakistani Actress: આઇસીસી વન-ડે વર્લ્ડ કપ 2023ની 12મી મેચમાં 14 ઓક્ટોબર શનિવારના રોજ ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન ક્રિકેટ ટીમને 7 વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાન અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 3માંથી માત્ર 1 મેચ હાર્યું છે પરંતુ તેનાથી ટીમની ક્ષમતા પર સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારીએ એક મોટો દાવો કરી નાંખ્યો છે કે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ગુરુવારે ભારતને હરાવી દેશે. અભિનેત્રીની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

શિનવારીએ આ વચન આપ્યું હતું

પાકિસ્તાનની હાર બાદ તેમના સમર્થકોના દિલ તૂટી ગયા છે. હવે તેઓ ભારતની હારની દુવા કરી રહ્યા છે. જેમાં પાકિસ્તાની એક્ટ્રેસ પણ સામેલ છે. પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, 'ઇન્શાલ્લાહ મારા બંગાળી ભાઈઓ આગામી મેચમાં બદલો લેશે. જો તેની ટીમ ભારતને હરાવવામાં સફળ થશે તો હું ઢાકા જઈશ અને બંગાળી ક્રિકેટર સાથે ફિશ ડિનર ડેટ કરીશ.


તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પાકિસ્તાની પત્રકારોના વિઝામાં વિલંબ અને વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ચાહકો માટે વિઝા નીતિની ગેરહાજરી અંગે ICC સમક્ષ ઔપચારિક વિરોધ નોંધાવ્યો હતો.

ભારતનું પલડું ભારે

તમને જણાવી દઇએ કે, ભારત અને બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ વચ્ચે વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધીમાં કુલ 40 મેચ રમાઈ છે. તેમાંથી ભારતીય ટીમે 31 મેચ જીતી છે અને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 1 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. ત્યાં જ વન-ડે વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 4 મેચ રમાઈ છે. ભારતે 3 મેચ જીતી છે અને બાંગ્લાદેશે 1 મેચ જીતી છે.

આ પણ વાંચો - Israel Gaza War: ઈઝરાયલ-ગાઝા યુદ્ધથી ડાયમંડ અને ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં ટેન્શન, એક્સપોર્ટ અને નફાનું માર્જિન ઘટશે

MoneyControl News

MoneyControl News

First Published: Oct 19, 2023 10:33 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.