ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીથી લોકો પરેશાન, જો કે આજથી તાપમાનમાં આંશિક ઘટાડો
ગુજરાતમાં પશ્ચિમ ઉતર પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આગામી દિવસમાં મહત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી ઘટવાનું અનુમાન છે. જો,કે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય છે અને અરબી સમુદ્રનો ભેજ ખેંચાવવાના કારણે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે. હવે બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું નબળું પડશે અને પવનની દિશા બદલાશે જેના કારણે ગરમી ઘટવાનું અનુમાન છે.
કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર છે કે, આજથી તાપમાનમાં આંશિક ઘટાડો થશે તેમજ આજે ગત દિવસોની સરખામણીએ તાપમાન ઘટ્યું છે.
ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ડિસામાં અસહ્ય ગરમી અનુભવાઇ રહી છે. જ્યાં શહેરીજનોએ બપોરના સમયે કામ સિવાયની અવર-જવર ટાળી રહ્યા છે. અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે. જ્યારે ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો સહારો લીધો હતો. અમદાવાદ 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે વડોદરામાં 40.4 અને રાજકોટમાં 40.6 તેમજ ડીસામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવર જવર ઘટી ગઈ છે.
પ્રાણીઓ માટે કુલર મુકાયા
અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં ઝુના પ્રાણીઓ ઠંડકની મજા લઈ રહ્યા છે. કાંકરિયા ઝુમાં પ્રાણીઓ માટે કુલર મુકાયા છે. વાઘ અને સિંહ માટે ગરમીમાં કુલર આગળ આરામ ફરમાવતા નજરે પડ્યા છે. રવિવાર અને વેકેશનનો માહોલ કાકરિયા ઝુમાં જામ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો ઝુમાં ઉમટ્યા છે.
તાપમાનમાં આંશિક ઘટાડો થશે
કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર છે કે, આજથી તાપમાનમાં આંશિક ઘટાડો થશે તેમજ આજે ગત દિવસોની સરખામણીએ તાપમાન ઘટ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં 5 ડીગ્રી તાપમાનમાં વધારો થયો હતો. આગામી પાંચ દિવસ અમદાવાદમાં 40થી 43 ડીગ્રી તાપમાન રહેશે તેમજ 20 મેથી વધુ એક વાર હિટ વેવની રહેવાની શક્યતા છે.
રસ્તાઓ બન્યા સુમસામ
સુરતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. જ્યાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે પણ 42 ડિગ્રી તાપમાનનો લોકોને અનુભવ થયો છે. જો કે, બપોર બાદ પવન ફૂંકાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. બપોર સમયે શહેરના મુખ્ય માર્ગો સહિત તમામ રસ્તાઓ સુમસામ નજરે ચડ્યાં હતાં. અસહ્ય ગરમીથી બચવા લોકો શેરડીનો રસ અને ઠંડી છાશ પી રહ્યાં છે. વડોદરામાં કાળઝાળ ગરમીથી નાગરિકો હાલાત કફોડી બની હતી, 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે મહીસાગર નદી કિનારે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા છે. મહીસાગર નદીમાં ડૂબકી મારી ગરમીથી રાહત પ્રવાસીઓ મેળવી રહ્યા છે.
હિટ સ્ટ્રોક અને લુથી બચવા માટે શું કરશો?
ઉનાળામાં ડીહાઈડ્રેશનને કારણે ઘણી બીમારીઓ થવા લાગે છે. બગડેલો ખોરાક અને સ્ટેપલ ફૂડ ખાવાથી પેટ ખરાબ થાય છે. જો તમે ઘરની બહાર જાવ તો આ વાતોનું ધ્યાન રાખો. આનાથી તમે ઉનાળામાં બીમાર પડવાથી બચી શકો છો.
લાંબા સમય સુધી તડકામાં ઘરની બહાર ન રહો. બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે ઘરની બહાર ન નીકળવાનો પ્રયાસ કરો અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કને ટાળો.
જો તડકામાં બહાર જવું હોય તો ત્વચા પર સનસ્ક્રીનનો યોગ્ય રીતે ઉપયોગ કરો. ટોપી વગેરે પહેરવાનું અને શરીરને પણ ઢાંકવાનું રાખો. તીવ્ર સૂર્યપ્રકાશમાં ટેનિંગ અને સનબર્ન ટાળવા માટે છત્રી, ટોપી, ભીનો ટુવાલ અને ઠંડુ પાણી સાથે રાખો.
બહારનો ખોરાક ખાવાનું ટાળો. ખાસ કરીને ખુલ્લું અને તળેલું ખોરાક ન ખાવું જોઈએ. ખાદ્યપદાર્થોમાં સ્વચ્છતાનું ધ્યાન રાખો અને હાથ ધોયા પછી જ ખોરાક ખાઓ.
વધુ ને વધુ પ્રવાહી પીવો. પુષ્કળ પાણી પીવો, લીંબુ પાણી પીવો. ધ્યાન રાખો કે તડકામાં ઠંડું કે બરફનું પાણી વધારે ન પીવો.
ઉનાળામાં તરબૂચ, તરબૂચ, કેરી, કાકડી, કાકડી જેવા મોસમી ફળ ખાવાનું રાખો. આ સિવાય છાશ, લસ્સી, બાયલનું શરબત કે સત્તુનું શરબત પીવો.