પીએમ મોદીએ ભારતીય નૌકાદળને સોંપ્યા 3 નવા યુદ્ધજહાજ, કહ્યું- 'દરિયાઈ તાકાત વધશે તો દેશની આર્થિક શક્તિ પણ વધશે' | Moneycontrol Gujarati
Get App

પીએમ મોદીએ ભારતીય નૌકાદળને સોંપ્યા 3 નવા યુદ્ધજહાજ, કહ્યું- 'દરિયાઈ તાકાત વધશે તો દેશની આર્થિક શક્તિ પણ વધશે'

પીએમ મોદીએ 21 જૂને ભારતીય નૌકાદળમાં 3 નવા સ્વદેશી યુદ્ધજહાજ - દૂનાગિરિ, સંશોધક અને અગ્રયનો સમાવેશ કર્યો. ભારત કેવી રીતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે તે જાણો.

અપડેટેડ 01:04:27 PM Jun 21, 2026 પર
Story continues below Advertisement
છેલ્લા થોડા વર્ષોના આંકડા જોઈએ તો 40 થી વધુ મેડ-ઇન-ઇન્ડિયા યુદ્ધજહાજ અને સબમરીન ભારતીય નૌકાદળનો હિસ્સો બની ચૂક્યા છે.

ભારતીય નૌકાદળની દરિયાઈ તાકાતમાં મોટો વધારો થયો છે. રવિવારે 21 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતા ખાતેથી 3 નવા અને અત્યાધુનિક યુદ્ધજહાજ નૌકાદળને સોંપ્યા છે. આ પ્રસંગે પીએમ મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે જે દેશની દરિયાઈ તાકાત મજબૂત હોય છે, તેનો આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ પણ એટલો જ શક્તિશાળી હોય છે. આપણો દેશ આ વાત બરાબર સમજે છે અને એટલે જ પોતાની દરિયાઈ સુરક્ષા અકબંધ રાખવા માટે સતત તૈયારીઓ કરી રહ્યો છે.

નૌકાદળમાં જોડાયા 3 સ્વદેશી યુદ્ધજહાજ

પીએમ મોદીએ જે ત્રણ જહાજો નૌકાદળમાં સામેલ કર્યા છે, તેમાં સ્ટીલ્થ ફ્રિગેટ 'દૂનાગિરિ' સર્વેક્ષણ જહાજ 'સંશોધક' અને સબમરીનનો ખાતમો બોલાવતા યુદ્ધજહાજ અગ્રયનો સમાવેશ થાય છે. આ ત્રણેય જહાજો સંપૂર્ણપણે ભારતમાં જ બનાવવામાં આવ્યા છે, જે દેશ માટે ગર્વની વાત છે. વડાપ્રધાને યાદ અપાવ્યું કે અગાઉ આપણે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત દ્વારા આપણી ક્ષમતા આખી દુનિયાને બતાવી હતી.

ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે માત્ર અન્ય દેશોનું માર્કેટ કે ખરીદનાર બનીને રહેવા નથી માંગતું. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, "જ્યારે આપણે મેકર બનીશું, ત્યારે જ આપણે સાચા અર્થમાં ડિસિઝન-મેકર  બની શકીશું."


45 નવા નેવલ પ્લેટફોર્મ પર કામ ચાલુ

છેલ્લા થોડા વર્ષોના આંકડા જોઈએ તો 40 થી વધુ મેડ-ઇન-ઇન્ડિયા યુદ્ધજહાજ અને સબમરીન ભારતીય નૌકાદળનો હિસ્સો બની ચૂક્યા છે. એટલે કે દર થોડા અઠવાડિયે નેવી એક નવી તાકાત સાથે ઉભરી રહી છે. અત્યારે દેશમાં 45 જેટલા મોટા નેવલ પ્લેટફોર્મનું નિર્માણ થઈ રહ્યું છે. આ માત્ર સામાન્ય આંકડા નથી, પરંતુ ભારતની ઔદ્યોગિક ક્ષમતા અને ઉજ્જવળ ભવિષ્યનો જીવતો જાગતો પુરાવો છે.

રોજગારીનું નવું એન્જિન

પીએમ મોદીએ દરિયાઈ સુરક્ષા એટલે કે મેરીટાઇમ સેક્ટરને વિકસિત ભારતનું 'એમ્પ્લોયમેન્ટ એન્જિન' ગણાવ્યું છે. જ્યારે કોઈ મોટું અને આધુનિક જહાજ બને છે, ત્યારે તેમાં હજારો ટન સ્ટીલ, ઇલેક્ટ્રોનિક્સ અને અગણિત મશીનરીનો ઉપયોગ થાય છે. આ કામમાં હજારો નાની-મોટી કંપનીઓ જોડાય છે, જેના સીધા પરિણામ સ્વરૂપે દેશના લાખો યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થાય છે.

ખાસ વાત એ છે કે 21 જૂન એ 'વર્લ્ડ હાઈડ્રોગ્રાફી ડે' તરીકે પણ ઉજવાય છે. આ એક અદભુત સંયોગ છે કે આજના જ દિવસે ભારતનું સૌથી એડવાન્સ હાઈડ્રોગ્રાફી જહાજ 'INS સંશોધક' દેશની સેવામાં જોડાઈ ગયું છે. આ યાત્રા માત્ર નવા જહાજોની યાત્રા નથી, પરંતુ ભારતની આત્મનિર્ભરતા તરફની એક મક્કમ ઉડાન છે.

આ પણ વાંચો-Weather forecast : 80 kmની ઝડપે પવન અને વાવાઝોડા સાથે 20 રાજ્યોમાં કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

MoneyControl News

MoneyControl News

First Published: Jun 21, 2026 1:04 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.