Best Desserts In The World: ભારતીય મીઠાઈઓ રસ મલાઈ અને કાજુ કતરી વિશ્વની શ્રેષ્ઠ મીઠાઈઓ ગણાય છે. રસ મલાઈ અને કાજુ કતરીને તાજેતરમાં બહાર પાડવામાં આવેલી વિશ્વની 50 શ્રેષ્ઠ મીઠાઈઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ બંને મીઠાઈઓ ભારતીય પરંપરાગત મીઠાઈઓનું પ્રતીક છે અને દરેક તહેવાર પર આ મીઠાઈઓ ભારતીય ઘરોની સુંદરતામાં વધારો કરે છે.



