Time magazine: ‘ટાઈમ' મેગેઝિનમાં 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સાક્ષી મલિક, આલિયા ભટ્ટનું નામ, જાણો કેટલા વધુ ભારતીયોને મળ્યું સ્થાન | Moneycontrol Gujarati
Get App

Time magazine: ‘ટાઈમ' મેગેઝિનમાં 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સાક્ષી મલિક, આલિયા ભટ્ટનું નામ, જાણો કેટલા વધુ ભારતીયોને મળ્યું સ્થાન

ટાઈમ મેગેઝીને વર્ષ 2024ની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી જાહેર કરી છે. જાહેર કરવામાં આવેલી આ યાદીમાં બે ભારતીયોના નામ પણ છે. ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક અને અભિનેત્રી આલિયા ભટ્ટને ટાઇમ મેગેઝિનની યાદીમાં સ્થાન મળ્યું છે.

અપડેટેડ 04:03:09 PM Apr 18, 2024 પર
Story continues below Advertisement
ટાઈમ મેગેઝીનની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં બિઝનેસમેન અજય બંગાએ પણ સ્થાન મેળવ્યું છે.

Time magazine: ટાઈમ મેગેઝીને 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભારતીય રેસલર સાક્ષી મલિક અને અભિનેત્રી આલિયા ભટ્ટનું નામ પણ સામેલ છે.કુશ્તીમાં ભારતની એકમાત્ર મહિલા ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષીને ભારતીય રેસલિંગ ફેડરેશન (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ દ્વારા મહિલા કુસ્તીબાજોની કથિત જાતીય સતામણી સામેની લડાઈ માટે યાદીમાં સામેલ કરવામાં આવી છે. અભિનેત્રી આલિયા ભટ્ટને અભિનય ક્ષેત્રે તેમજ લોક કલ્યાણના કાર્યોમાં યોગદાન માટે આ યાદીમાં સ્થાન મળ્યું છે.

ભારતીય મૂળના આ વ્યક્તિત્વોને પણ સ્થાન મળ્યું

આ યાદીમાં ભારતીય મૂળના હોલીવુડ અભિનેતા દેવ પટેલનું નામ પણ સામેલ છે. દેવ પટેલ ઈન્ડો-બ્રિટિશ મૂળના અભિનેતા છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા પણ ભારતીય મૂળના વ્યક્તિ છે અને તેમને પણ ટાઈમ મેગેઝીનની આ યાદીમાં સ્થાન મળ્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટની લોન પ્રોગ્રામ ઓફિસના ડાયરેક્ટર જીગર શાહનું નામ પણ આ યાદીમાં છે. શાહનો જન્મ ગુજરાતના મોડાસામાં થયો હતો.


ટાઈમ મેગેઝીનની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં બિઝનેસમેન અજય બંગાએ પણ સ્થાન મેળવ્યું છે. અજય બંગા વિશ્વ બેન્કના પ્રમુખ છે અને તેમનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. આ લિસ્ટમાં ફેમસ શેફ અસમા ખાનને પણ સ્થાન મળ્યું છે. કોલકાતામાં જન્મેલી અસ્મા ખાન એક પ્રખ્યાત શેફ છે અને લંડનની પ્રખ્યાત રેસ્ટોરન્ટ દાર્જિલિંગ એક્સપ્રેસની માલિક પણ છે.

યેલ યુનિવર્સિટીના પ્રોફેસર પ્રિયમવદા નટરાજનનો પણ ટાઇમ મેગેઝિનની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તમિલનાડુના કોઈમ્બતુરમાં જન્મેલા પ્રિયમવદા નટરાજન, યેલ યુનિવર્સિટીમાં ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના વિભાગોમાં પ્રોફેસર છે. બ્લેક હોલના અભ્યાસ માટે તે આખી દુનિયામાં ઓળખાય છે.

આ પણ વાંચો-Heat Wave In India: ‘બચ કે રહેના રે બાબા’... હીટ વેવનો સામનો કરવા રહો તૈયાર, જાણો શા માટે તેને કહેવાય છે મોતનું બીજું નામ?

MoneyControl News

MoneyControl News

First Published: Apr 18, 2024 4:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.