લોકોને લાખો-કરોડોના પ્રોફિટનું પ્રોમિસ આપનાર ફાઇનઇન્ફ્લુએન્સર પર સેબીનું ચાબુક, સ્ટોક ટિપ્સના ‘દુકાનદારો' પર મુકાયો પ્રતિબંધ
નકલી ફાઇનાન્ફ્લુઅન્સર્સ પણ રિટેલ ઇન્વેસ્ટર્સને નફાની લાલચ આપીને છેતરપિંડી કરી રહ્યા છે. તેઓ લોકોને સમજાવે છે કે થોડા પૈસા રોકાણ કરીને કરોડો કમાઈ શકાય છે.
ઘણા અન્ય નકલી ફાઇનઇન્ફ્લુએન્સર પણ રિટેલ ઇન્વેસ્ટર્સને નફાની લાલચ આપીને છેતરપિંડી કરી રહ્યા છે.
SEBI: બજાર નિયમનકારી સંસ્થા સેબીએ શિક્ષણના નામે નફા વિશે લોકોને ગેરમાર્ગે દોરનારા ફાઇનઇન્ફ્લુએન્સર સામે કડક કાર્યવાહી કરી છે. સેબીએ 'ફાઇનઇન્ફ્લુએન્સર' અસ્મિતા પટેલ અને અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ સહિત છ પક્ષોને મૂડી બજારમાંથી પ્રતિબંધિત કર્યા છે. નોંધાયેલ ન હોય તેવી રોકાણ સલાહકાર સર્વિસ પૂરી પાડવાના આરોપસર તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ મામલો અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ ઓફ ટ્રેડિંગ દ્વારા ઓફર કરવામાં આવતા ટ્રેડિંગ અભ્યાસક્રમોમાં નોંધાયેલા વ્યક્તિઓ સાથે સંબંધિત છે. યુટ્યુબર અને ફિનફ્લુએન્સર અસ્મિતા પટેલ પોતાને 'શી વુલ્ફ ઓફ ધ સ્ટોક માર્કેટ' અને 'ઓપ્શન્સ ક્વીન' કહે છે અને વિશ્વભરના એક લાખથી વધુ વિદ્યાર્થીઓ/ઇન્વેસ્ટર્સને માર્ગદર્શન આપવાનો દાવો કરે છે.
ઘણા અન્ય નકલી ફાઇનઇન્ફ્લુએન્સર પણ રિટેલ ઇન્વેસ્ટર્સને નફાની લાલચ આપીને છેતરપિંડી કરી રહ્યા છે. તેઓ લોકોને સમજાવે છે કે થોડા પૈસા રોકાણ કરીને કરોડો કમાઈ શકાય છે. ઘણા વેપારીઓ આવા ખોટા વચનોનો શિકાર બન્યા છે જ્યાં એવો દાવો કરવામાં આવે છે કે ૩૦ લાખ રૂપિયા ટૂંકા સમયમાં વધીને ૩ કરોડ રૂપિયા થઈ શકે છે.
સેબીએ ફી પરત કરવાનો આદેશ આપ્યો
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ વિવિધ અભ્યાસક્રમો માટે સહભાગીઓ પાસેથી ફી તરીકે લેવામાં આવેલી 53 કરોડ રૂપિયાથી વધુની રકમ પરત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. જે લોકો નાણાકીય સલાહ આપીને લોકોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે તેમને ફાઇનઇન્ફ્લુએન્સર કહેવામાં આવે છે.
વચગાળાના આદેશ અને કારણ બતાવો નોટિસ દ્વારા, સેબીએ 6 પક્ષો - અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ ઓફ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ (APGSOT), અસ્મિતા જીતેશ પટેલ, જીતેશ જેઠાલાલ પટેલ, કિંગ ટ્રેડર્સ, જેમિની એન્ટરપ્રાઇઝ અને યુનાઇટેડ એન્ટરપ્રાઇઝિસને મૂડી બજારમાંથી પ્રતિબંધિત કર્યા.
સેબીએ કારણદર્શક નોટિસ ઇશ્યૂ કરી
સેબીના આદેશ મુજબ, નિયમનકારે આ છ પક્ષોને એમ પણ પૂછ્યું છે કે વિવિધ કાર્યક્રમો માટે ફી તરીકે લેવામાં આવેલા રુપિયા 104.63 કરોડની રકમ તેમની પાસેથી શા માટે વસૂલ ન કરવી જોઈએ અને તેને જપ્ત કેમ ન કરવી જોઈએ. આ મામલો અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ ઓફ ટ્રેડિંગના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનારા વ્યક્તિઓ સાથે સંબંધિત છે.
સેબીના આદેશમાં જણાવાયું છે કે, નફાના અતિશયોક્તિપૂર્ણ વચનો દ્વારા તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને શેરબજાર સંબંધિત સામાન્ય શિક્ષણ માટે ઊંચી ફી ચૂકવવાની ફરજ પાડવામાં આવી હતી.