Starlink Jobs in India: સ્ટારલિંક ભારતમાં આવી ગયું! બેંગ્લોરમાં નોકરીઓ શરૂ, 2025-26માં સર્વિસ લોન્ચ થશે?
Starlink Jobs in India: સ્ટારલિંકે ભારતમાં બેંગ્લોરમાં ફાઇનાન્સની નોકરીઓ શરૂ કરી, 2025ના અંતે કે 2026ની શરૂઆતમાં સર્વિસ લોન્ચ થશે. સુરક્ષા નિયમો સાથે Jio-Airtelને ટક્કર.
સ્ટારલિંક 2025ના અંતે કે 2026ની શરૂઆતમાં ભારતમાં વ્યાપારી સર્વિસ શરૂ કરવા માંગે છે. હાલ કંપની DoT (ટેલિકોમ વિભાગ) અને સુરક્ષા એજન્સીઓ સાથે અંતિમ મંજૂરી માટે વાત કરી રહી છે.
Starlink Jobs in India: એલન મસ્કની કંપની SpaceXની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ Starlink ભારતમાં પ્રવેશવા તૈયાર છે. કંપનીએ બેંગ્લોરમાં પોતાનું મુખ્ય કાર્યાલય બનાવવાનું નક્કી કર્યું છે અને ત્યાં 4 મહત્વની નોકરીઓ માટે ભરતી શરૂ કરી દીધી છે. આ બધી નોકરીઓ 100% ઓનસાઇટ છે, એટલે ઘરેથી કે હાઇબ્રિડ કામ કરવાનો કોઈ વિકલ્પ નથી. ફક્ત ભારતમાં કામ કરવાની માન્ય પરવાનગી ધરાવતા લોકો જ અરજી કરી શકે છે.
કઈ નોકરીઓ છે ખાલી?
1) Accounting Manager- નાણાકીય રિપોર્ટ, કાયદાકીય પાલન અને આંતરિક નિયંત્રણ.
2) Payments Manager- UPI, RuPay, કાર્ડ જેવી ભારતીય પેમેન્ટ સિસ્ટમનું સંચાલન અને જોખમ નિયંત્રણ.
4) Tax Manager- ડાયરેક્ટ-ઇન્ડાયરેક્ટ ટેક્સ, ટ્રાન્સફર પ્રાઇસિંગ અને ઓડિટનું કો-ઓર્ડિનેશન.
આ ભરતીઓ ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત છે. SpaceXની કરિયર વેબસાઇટ અને LinkedIn પર આ જાહેરાતો જોવા મળી છે.
ક્યારે શરૂ થશે સર્વિસ?
સ્ટારલિંક 2025ના અંતે કે 2026ની શરૂઆતમાં ભારતમાં વ્યાપારી સર્વિસ શરૂ કરવા માંગે છે. હાલ કંપની DoT (ટેલિકોમ વિભાગ) અને સુરક્ષા એજન્સીઓ સાથે અંતિમ મંજૂરી માટે વાત કરી રહી છે.
- કંપનીએ 600 Gbps ક્ષમતા માટે અરજી કરી છે.
- પરીક્ષણ માટે 100 ટર્મિનલ આયાત કરવાની પરવાનગી મળી છે.
- સ્પેક્ટ્રમ અસ્થાયી રીતે આપવામાં આવ્યું છે.
સુરક્ષાના કડક નિયમો
ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક કડક નિયમો લાદ્યા છે:
1. ગેટવે સ્ટેશન ફક્ત ભારતીય નાગરિકો જ ચલાવી શકશે.
2. વિદેશી કર્મચારીઓને ગૃહ મંત્રાલયની ખાસ મંજૂરી જોઈશે.
આ પગલાંથી Jio અને Airtel જેવી મોટી કંપનીઓને સીધી ટક્કર મળશે. ગ્રામીણ વિસ્તારોમાં હાઇ-સ્પીડ, લો-લેટન્સી ઇન્ટરનેટ પહોંચશે, જે ડિજિટલ ભારત માટે મોટું પગલું બનશે.