સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: લાંચિયા સરકારી અધિકારીઓ સામે કેસ ચલાવવા હવે ઉપરીની મંજૂરી જરૂરી નથી | Moneycontrol Gujarati
Get App

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: લાંચિયા સરકારી અધિકારીઓ સામે કેસ ચલાવવા હવે ઉપરીની મંજૂરી જરૂરી નથી

Prevention of Corruption Act: સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટ સરકારી અધિકારીઓ સામે મોટો ચુકાદો આપ્યો છે. હવે લાંચ માંગનાર કર્મચારીઓ પર કેસ ચલાવવા માટે ઉપરી અધિકારીઓની પૂર્વ મંજૂરી (Sanction) લેવાની જરૂર નથી. જાણો સુપ્રીમ કોર્ટના નવા નિયમો વિશે.

અપડેટેડ 05:57:50 PM Oct 18, 2026 પર
Story continues below Advertisement
આ ઐતિહાસિક ચુકાદો લખતા જસ્ટિસ અંજારિયાએ બહુ જ સચોટ વાત કહી હતી. તેમણે નોંધ્યું કે, લાંચ માંગવી એ સંપૂર્ણપણે એક ગુનો છે. આ ગુનાહિત કૃત્યને સરકારી ફરજ, કોઈ ભલામણ કે લીધેલા નિર્ણય સાથે કોઈ જ લેવાદેવા નથી.

Supreme Court News: સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચાર કરતા સરકારી બાબુઓને બરાબરનો ઝટકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય સંભળાવતા સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ સરકારી કર્મચારી લાંચ માંગતા પકડાશે, તો તેની સામે કેસ ચલાવવા કે કાનૂની કાર્યવાહી કરવા માટે હવે તેના ઉપરી અધિકારીની મંજૂરી લેવાની કોઈ જ જરૂર રહેશે નહીં.

લાંચના કેસમાં હવે કોઈ સુરક્ષા કવચ નહીં

ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લાંચખોર અધિકારીઓને હવે કાયદાનું સુરક્ષા કવચ નહીં મળે. અગાઉના નિયમ મુજબ, કોઈ પણ સરકારી અધિકારી સામે તપાસ કરતા પહેલા સત્તાવાર પૂર્વ મંજૂરી લેવી પડતી હતી. પરંતુ હવે લાંચના કેસમાં આ મંજૂરી વગર પણ સીધી કાર્યવાહી થઈ શકશે.

શું હતો રાજસ્થાનનો કેસ?

આ આખો મામલો રાજસ્થાનના એક પોલીસ કોન્સ્ટેબલ સાથે જોડાયેલો છે. આ કોન્સ્ટેબલ પર 1.5 લાખ રૂપિયાની લાંચ માંગવાનો ગંભીર આરોપ હતો. તેણે પોતાની સામે નોંધાયેલી FIR અને ચાર્જશીટ રદ કરાવવા માટે કોર્ટમાં અપીલ કરી હતી. તેની દલીલ હતી કે તેની સામે કાર્યવાહી કરતા પહેલા મંજૂરી લેવામાં આવી નથી. રાજસ્થાનના એડિશનલ એડવોકેટ જનરલ સંસ્કૃતિ પાઠકે આ અપીલનો વિરોધ કર્યો હતો. જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટી અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે સરકારની દલીલો સ્વીકારીને કોન્સ્ટેબલની અપીલ ફગાવી દીધી હતી. "લાંચ માંગવી એ કોઈ સરકારી ફરજ નથી"


આ ઐતિહાસિક ચુકાદો લખતા જસ્ટિસ અંજારિયાએ બહુ જ સચોટ વાત કહી હતી. તેમણે નોંધ્યું કે, લાંચ માંગવી એ સંપૂર્ણપણે એક ગુનો છે. આ ગુનાહિત કૃત્યને સરકારી ફરજ, કોઈ ભલામણ કે લીધેલા નિર્ણય સાથે કોઈ જ લેવાદેવા નથી.

વર્ષ 2018 માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં કલમ 17A ઉમેરવામાં આવી હતી. આ કલમનો મુખ્ય હેતુ પ્રામાણિક અધિકારીઓને હેરાનગતિથી બચાવવાનો હતો, જેથી તેઓ પોતાની ફરજ દરમિયાન ડર્યા વગર સાચા નિર્ણયો લઈ શકે. કોર્ટે અવલોકન કર્યું કે કલમ 17A નું આ સુરક્ષા કવચ તમામ સરકારી કર્મચારીઓ પર અંધાધૂંધ કે ભેદભાવ વગર લાગુ કરી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ભ્રષ્ટાચાર સામેના જંગમાં એક મોટું હથિયાર સાબિત થશે. હવે લાંચ લેતા ઝડપાયેલા ભ્રષ્ટ અધિકારીઓ કલમ 17A અને "પૂર્વ મંજૂરી" ના બહાના હેઠળ છટકી શકશે નહીં અને તેમની સામે સીધી અને કડક કાર્યવાહી થશે.

આ પણ વાંચો- IDBI બેંકમાં કોઈની નોકરી નહીં જાય, નવા માલિક પ્રેમ વત્સાએ કર્મચારીઓને આપી મોટી ગેરંટી, જાણો શું છે માસ્ટરપ્લાન

MoneyControl News

MoneyControl News

First Published: Oct 18, 2026 5:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.