Surat Diamond Bourse: વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગની વાત કરીએ તો અમેરિકાના પેન્ટાગોનનું નામ સૌથી પહેલા આવે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સનું આ ખાસ હેડક્વાર્ટર મોટું છે. પરંતુ હવે ભારતે પેન્ટાગોન પાસેથી આ ખિતાબ છીનવી લીધો છે. સુરતમાં 4 વર્ષમાં બનેલા સૌથી મોટા ડાયમંડ એક્સચેન્જે અમેરિકાના પેન્ટાગોનને પાછળ છોડી દીધું છે. સુરતની આ ઓફિસ હવે દુનિયાની સૌથી મોટી ઈમારત બની ગઈ છે. અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે નવેમ્બરમાં આ ઈમારતનું ઉદ્ઘાટન કરી શકે છે.



