Video Viral: અવારનવાર પિત્ઝામાંથી જીવડાં નીકળવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે સુરતમાંથી વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિત્ઝામાંથી જીવાત નીકળી છે.
Video Viral: અવારનવાર પિત્ઝામાંથી જીવડાં નીકળવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે સુરતમાંથી વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિત્ઝામાંથી જીવાત નીકળી છે.
સુરતઃ અવારનવાર પિત્ઝામાંથી જીવડાં નીકળવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે સુરતમાંથી વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિત્ઝામાંથી જીવાત નીકળી છે.
એક દંપતી પિત્ઝા ખાવા માટે અહીં પહોંચ્યું હતું. ત્યારે પિત્ઝામાંથી વંદો નીકળતા હોબાળો મચી ગયો હતો. તેમણે આ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો અને ગણતરીના સમયમાં જ આ વીડિયો વાયરલ થયો હતો.
બહાર ખાનારા ચેતી જજો!, લાપિનૉઝ પિઝામાંથી વંદો નીકળ્યો, સુરતના કામરેજ વિસ્તારની ઘટના...#Surat #Pizza #lapinozpizza #Health #Food #Gujarat #ZEE24KalakOrignalVideo pic.twitter.com/ENlmg2KQSa
— Zee 24 Kalak (@Zee24Kalak) October 16, 2023
આ ઘટના બાદ દંપતીએ પિત્ઝા સેન્ટરના મેનેજરને આ વાતની જાણ કરી હતી. ગુણવત્તા વગરનું ફૂડ પિરસવા મામલે ખખડાવ્યો હતો. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થઈ ગયો છે.
આ પણ વાંચો - Telangana elections 2023: 500 રૂપિયાની નોટનો 'તાજમહેલ', જાણો ક્યાંથી મળ્યા આટલા પૈસા અને શું છે કારણ?
ઉલ્લેખનીય છે કે, પહેલાં પણ આ પ્રકારે અનેકવાર જાણીતી પિત્ઝા રેસ્ટોરાંની ફ્રેન્ચાઇઝીમાં પિત્ઝામાંથી વંદા સહિતના જીવડાંઓ નીકળ્યાના કિસ્સા સામે આવ્યાં હતા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.