Ahmedabad consumer court: અમદાવાદમાં એક મહિલાએ સગા સંબંધીના લગ્ન માટે બ્લાઉઝ સિલાવવા દરજીને આપ્યો હતું. મહિલાએ 24 ડિસેમ્બર 2024ના રોજ પહેરવા માટે ઓર્ડર આપ્યો અને 4395 રૂપિયા એડવાન્સમાં ચૂકવ્યા. પરંતુ 14 ડિસેમ્બરે જ્યારે તે બ્લાઉઝ લેવા ગઈ તો ડિઝાઇન જ ખોટી હતી. દરજીએ સુધારી આપવાનું વચન આપ્યું, પણ 24 ડિસેમ્બર પસાર થઈ ગયા પછી પણ બ્લાઉઝ મળ્યો નહીં.
મહિલાએ પહેલા કાયદાકીય નોટિસ મોકલી, પછી ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ, અમદાવાદમાં ફરિયાદ નોંધાવી. દરજી કોર્ટમાં હાજર ન થયો. આયોગે બ્લાઉઝ ન આપવાને “સેવામાં સ્પષ્ટ ખામી” ગણી અને મહિલાને “માનસિક ઉત્પીડન” થયું તેવું માન્યું.
કોર્ટે દરજીને આદેશ આપ્યો કે 4395 રૂપિયા 7 ટકા વાર્ષિક વ્યાજ સાથે પરત કરે સાથે માનસિક ત્રાસ અને કેસના ખર્ચ માટે વધારાનું વળતર આપે, આ બધાની કુલ રકમ 7000 રૂપિયા થાય છે.
આ કેસ દર્શાવે છે કે સમયસર સેવા આપવી દરેક વ્યવસાયી માટે કેટલી મહત્વની છે. નાની ભૂલ પણ મોટો આર્થિક અને કાયદાકીય નુકસાન કરી શકે છે.