આર્થિક થિંક ટેન્ક GTRI એ જણાવ્યું હતું કે ભારતે અમેરિકા સાથેની તમામ વાટાઘાટોમાંથી ખસી જવું જોઈએ અને ચીન અને કેનેડા જેવા દેશોની જેમ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે વાતચીત કરવાની તૈયારી કરવી જોઈએ. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અમેરિકા ભારત પર એવી વેપાર માંગણીઓ સ્વીકારવા માટે ભારે દબાણ લાવી રહ્યું છે જે વ્યાપકપણે અમેરિકન હિતોને સમર્થન આપે છે. હકીકતમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત ભારતમાં ઇમ્પોર્ટ થતા અમેરિકન માલ પર ટેરિફ ઘટાડવા માટે સંમત થયું છે. જ્યારે ભારત સરકાર દ્વારા હજુ સુધી તેની પુષ્ટિ કરવામાં આવી નથી. ટ્રમ્પે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભારત ઇમ્પોર્ટ ગુડ્સ પર ભારે ટેરિફ લાદે છે. ત્યાં કંઈપણ વેચવું ખૂબ જ મુશ્કેલ છે. જોકે, ખુશી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે હવે ભારત ટેરિફ ઘટાડવા માટે સંમત થયું છે.


