તુકારામ મુંઢેની મોટી કાર્યવાહી: 11 રૂપિયાની વસ્તુના 325 વસૂલતી ખાનગી હોસ્પિટલોનો પર્દાફાશ, કમાય છે 2841% નફો | Moneycontrol Gujarati
Get App

તુકારામ મુંઢેની મોટી કાર્યવાહી: 11 રૂપિયાની વસ્તુના 325 વસૂલતી ખાનગી હોસ્પિટલોનો પર્દાફાશ, કમાય છે 2841% નફો

મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેએ ખાનગી હોસ્પિટલોની લૂંટનો પર્દાફાશ કર્યો છે. 11 રૂપિયાનો સામાન 325 માં વેચીને તેઓ 2841% સુધીનો નફો કમાય છે. જાણો સમગ્ર અહેવાલ.

અપડેટેડ 12:03:29 PM Sep 15, 2026 પર
Story continues below Advertisement
આ સરવે રિપોર્ટના આધારે તુકારામ મુંઢેએ ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ અને નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇઝિંગ ઓથોરિટીને પત્ર લખીને આ સાધનોના નફા પર મર્યાદા લગાવવાની માંગ કરી છે.

Medical Bill Scam : પોતાની કડક કાર્યશૈલી અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ માટે જાણીતા IAS અધિકારી અને મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે ખાનગી હોસ્પિટલો અને મેડિકલ સાધનો બનાવતી કંપનીઓ દ્વારા દર્દીઓની કરવામાં આવતી ખુલ્લી લૂંટ પર ચાબુક ચલાવ્યો છે.

મહારાષ્ટ્ર FDA ના એક ચોંકાવનારા સરવેમાં સામે આવ્યું છે કે ખાનગી હોસ્પિટલો સર્જિકલ સામાન પાણીના ભાવે ખરીદે છે અને દર્દીઓ પાસેથી તેના પર 2841% (એટલે કે 28 ગણાથી પણ વધુ) નફો વસૂલે છે. તુકારામ મુંઢેએ આ 'મેડિકલ લૂંટ' નો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલીને કડક નિયમો બનાવવાની માંગ કરી છે.

FDA સરવેના ચોંકાવનારા આંકડા

'સર્જિકલ આઈટમ્સની ખરીદી અને વેચાણ કિંમતમાં તફાવત' નામના આ રિપોર્ટમાં એવા આંકડા સામે આવ્યા છે જે કોઈના પણ હોશ ઉડાવી દે.જેનાથી દર્દીને બોટલ ચડાવવામાં આવે છે, તે ખાનગી હોસ્પિટલો કંપનીઓ પાસેથી માત્ર 11.05 રૂપિયામાં ખરીદે છે. પરંતુ દર્દીના બિલમાં તેની MRP 325 રૂપિયા લગાવીને પૂરા પૈસા વસૂલવામાં આવે છે. હોસ્પિટલોને આ માત્ર 29.41 રૂપિયામાં મળે છે, પરંતુ દર્દી પાસેથી તેની કિંમત 310 રૂપિયા લેવામાં આવે છે. સિરીંજ, ઓક્સિજન માસ્ક અને નેબ્યુલાઈઝર જેવા રોજના વપરાશના સાધનો પર ખરીદ કિંમત અને MRP વચ્ચે 2841% સુધીનો જંગી તફાવત જોવા મળ્યો છે.

તુકારામ મુંઢેએ આપી કડક ચેતવણી


આ સરવે રિપોર્ટના આધારે તુકારામ મુંઢેએ ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ અને નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇઝિંગ ઓથોરિટીને પત્ર લખીને આ સાધનોના નફા પર મર્યાદા લગાવવાની માંગ કરી છે.

પોતાના બેબાક અંદાજ માટે જાણીતા મુંઢેએ સ્પષ્ટ કહ્યું કે, "આ માત્ર કિંમતનો મુદ્દો નથી, પરંતુ દર્દીના અધિકારો અને સુરક્ષાનો મામલો છે. હોસ્પિટલમાં દાખલ લાચાર દર્દી પાસે એ જાણવાનો કોઈ રસ્તો હોતો નથી કે તેની પાસેથી જે પૈસા લેવામાં આવી રહ્યા છે, તે વાજબી છે કે કેમ."

કેન્દ્ર સરકાર એક્શનમાં, અન્ય રાજ્યોની પણ ફરિયાદ

આ મોટા ખુલાસા બાદ કેન્દ્રની પ્રાઇઝિંગ રેગ્યુલેટર સંસ્થા NPPA એક્શનમાં આવી ગઈ છે. અધિકારીઓ કંપનીઓના ડેટા અને મહારાષ્ટ્ર FDA ના સરવેનું મેચિંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ પંજાબ, રાજસ્થાન અને તમિલનાડુના ડ્રગ કંટ્રોલ અધિકારીઓએ પણ હોસ્પિટલો દ્વારા વસૂલાતા આ મસમોટા માર્જિનની ફરિયાદ કેન્દ્રને કરી છે.

નિયમોની છટકબારી અને હોસ્પિટલોનો બચાવ

ડ્રગ્સ પ્રાઇઝ કંટ્રોલ ઓર્ડર હેઠળ NPPA હાર્ટના સ્ટેન્ટ કે ની-ઈમ્પ્લાન્ટ જેવી વસ્તુઓના ભાવ નક્કી કરે છે. પરંતુ જે વસ્તુઓ લિસ્ટમાં નથી તેના માટે માત્ર એટલો જ નિયમ છે કે કંપની 12 મહિનામાં 10% થી વધુ MRP વધારી શકે નહીં. આ છટકબારીનો ફાયદો ઉઠાવીને કંપનીઓ પહેલેથી જ MRP અનેકગણી વધારે છાપે છે.

બીજી તરફ, આકાશ હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. આશિષ ચૌધરીનું કહેવું છે કે, "નિયમોમાં પારદર્શિતા હોવી જોઈએ તે સાચું, પરંતુ હોસ્પિટલોને પોતાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવી ટેકનોલોજી અને દર્દીની સુરક્ષા જાળવી રાખવા માટે આર્થિક રીતે મજબૂત રહેવું પણ જરૂરી છે."

આ પણ વાંચો-IMD Weather Forecast: ગુજરાત સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 60 KMની ઝડપે ફૂંકાશે તોફાની પવન

MoneyControl News

MoneyControl News

First Published: Sep 15, 2026 12:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.