Kala Mahakumbh: ગાંધીનગરના કલાકારોને મળી રહી છે સુવર્ણ તક, કલામહાકુંભમાં ફોર્મ ભરવાની છેલ્લી 24 ઓક્ટોબર | Moneycontrol Gujarati
Get App

Kala Mahakumbh: ગાંધીનગરના કલાકારોને મળી રહી છે સુવર્ણ તક, કલામહાકુંભમાં ફોર્મ ભરવાની છેલ્લી 24 ઓક્ટોબર

Gandhinagar News: વર્ષ 2023માં કલા મહાકુંભમાં ટોટલ 37 વિવિધ સાંસ્કૃત્તિક કૃત્તિઓ અને ટોટલ 4 વયજૂથ પાડવામાં આવ્યા છે.

અપડેટેડ 11:09:33 AM Sep 28, 2023 પર
Story continues below Advertisement
Gandhinagar News: જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત કલા સંસ્કૃત્તિથી લોકો માહિતગાર થાય તે હેતુથી ‘કલા મહાકુંભ 2023-24’નું આયોજન થવાનું છે.

Gandhinagar News: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસકૃત્તિક પ્રવૃ્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત કલા સંસ્કૃત્તિથી લોકો માહિતગાર થાય તે હેતુથી ‘કલા મહાકુંભ 2023-24’નું આયોજન થવા જઈ રહ્યું છે. જેનુ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની છેલ્લી 24 ઓક્ટોબર છે, આ વર્ષે કલા મહાકુંભમાં ટોટલ-37 વિવિધ સાંસ્કૃત્તિક કૃત્તિઓ અને ટોટલ- 04 એઝ ગ્રુપ 6થી 14 વર્ષ, 15થી 20 વર્ષ, 21થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપરના વયજૂથમાં કોમ્પિટિશન યોજાશે. જેમાં તાલુકાકક્ષાએથી શરૂ થતી ટોટલ-14 કૃત્તિ જેમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધ, સુગમસંગીત, લગ્નગીત, તબલા, હારમોનીયમ (હળવુ), લોકગીત/ભજન, સીધી જિલ્લાકક્ષાએથી સ્પર્ધા કાર્યલેખન, ગઝલ-શાયરી લેખન, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કારીગરી, સ્કૂલ બેન્ડ, ઓર્ગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) તેમજ સીધી પ્રદેશ કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં ઓડિસી, મોહિની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગિટીર, વાયોલિન, વાંસળી અને સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં પખાવજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડીયાપાવા, રાવણહથ્થો વગેરે કૃત્તિઓ યોજાશે.

આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા, ન ભણતા કલાકારોને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા જણાવાયુ છે કે, કલામહાકુંભના વિગતવાર ફોર્મમાં નિયમો તથા પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, સી-વીંગ, છઠ્ઠો માળ, સહયોગ સંટોટલ, સેકટર-11, ગાંધીનગર ઉપરોકત જણાવેલા સ્થળ પરથી નિયત નમૂનામાં પ્રવેશપત્ર મેળવી 24મી ઓક્ટોબર સુધીમાં કચેરીના કામકાજના દિવસો તથા કામકાજના સમયે ફોર્મ સાથે આધારકાર્ડની નકલ જમા કરાવી જવાનું રહેશે. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માંગતુ હશે તેમણે આ અનુસરવાનું રહેશે.

આ પણ વાંચો - Manipur Violence: મણિપુરમાં 6 મહિના માટે AFSPA લાગુ, સત્તાવાર નોટિસ જાહેર


 

MoneyControl News

MoneyControl News

First Published: Sep 28, 2023 11:09 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.