WhatsAppએ વિશ્વની સૌથી પોપ્યુલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. તેના પાવરફૂલ ફીચર્સ ને કારણે, તે ચેટિંગ અને વિડીયો કોલિંગ જેવા કાર્યો માટે લોકોની ફેવરિટ એપ્લિકેશન બની ગઈ છે. હવે WhatsApp એ તેના કરોડો યુઝર્સ માટે એક નવું ફીચર રજૂ કર્યું છે.
WhatsAppએ વિશ્વની સૌથી પોપ્યુલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે.
WhatsApp new feature: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp એક પોપ્યુલર મેસેજિંગ એપ્લિકેશન છે. વિશ્વભરમાં 3.5 અબજથી વધુ લોકો તેમના ફોન પર તેનો ઉપયોગ કરે છે. તેના સરળ ઇન્ટરફેસ અને મજબૂત સિક્રસી અને સિક્યોરિટી ફિચર્સને કારણે, તે ચેટિંગ, વીડિયો કૉલિંગ અથવા વૉઇસ કૉલિંગ માટે એક ફેવરિટ એપ્લિકેશન બની ગઈ છે. તેના યુઝર્સની સુવિધા માટે, કંપની સમયાંતરે નવા અપડેટ્સ બહાર પાડતી રહે છે.
કંપનીએ કરોડો WhatsApp યુઝર્સ માટે એક નવું ફીચર આપ્યું છે. iOS એટલે કે iPhone અને Android બંને યુઝર્સને નવી ફિચર્સનો બેનિફિટ મળશે. હકીકતમાં WhatsApp પર સિક્રસીને ધ્યાનમાં રાખીને, કંપનીએ પ્લેટફોર્મમાં વ્યૂ વન્સ ફીચર પ્રોવાઇડ કર્યું છે. હવે તેમાં એક નવી સુવિધા ઉમેરવામાં આવી છે.
Wabetainfoએ માહિતી શેર કરી
WhatsAppના આગામી ફીચર્સ અને અપડેટ્સ પર નજર રાખતી વેબસાઇટ Wabetainfo એ કહ્યું છે કે હવે યુઝર્સ લિંક કરેલા ડિવાઇસ પર પણ વ્યૂ વન્સ મીડિયા ફાઇલોને એક્સેસ કરી શકશે. WhatsAppએ આ ફીચર બીટા યુઝર્સ માટે હમણાં જ રોલઆઉટ કર્યું છે. ટેસ્ટિંગ પૂર્ણ થયા પછી, તેને બધા સામાન્ય યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.
WhatsAppએ તેના નવા ફીચરને લિંક્ડ ડિવાઇસ પર વ્યૂ વન્સ મીડિયા નામ આપ્યું છે. આનો એક મોટો ફાયદો એ થશે કે યુઝર્સ લિંક કરેલા ડિવાઇસ દ્વારા કનેક્ટેડ ડિવાઇસ પર વ્યૂ વન્સ મીડિયા ફાઇલ જોઈ શકશે. અગાઉ આવી ફાઇલો ફક્ત પ્રાઇમરી ડિવાઇસ પર જ સુલભ હતી.
વ્યૂ વન્સ ફીચર શું છે?
તમને જણાવી દઈએ કે વ્યૂ વન્સ ફીચર હેઠળ, WhatsApp યુઝર્સને તેમની સિક્રસી જાળવવાનો પાવર આપે છે. જો કોઈ યુઝર મીડિયા ફાઇલને "વ્યૂ વન્સ" તરીકે ચિહ્નિત કરીને મોકલે છે, તો રિસિવર તેને ફક્ત એક જ વાર જોઈ શકશે. ફાઇલ ઍક્સેસ કર્યા પછી આપમેળે ડિલીટ થઈ જાય છે. WhatsAppએ વ્યૂ વન્સ મીડિયા ફાઇલોમાં સ્ક્રીનશોટ પણ બ્લોક કરી દીધા છે.