ભારતમાં શિક્ષણની મૂળભૂત ગુણવત્તા સુધારવા માટે, કેન્દ્ર સરકારે દેશભરમાં 100 નવી સૈનિક શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે કેરળના અલાપ્પુઝામાં વિદ્યાધિરાજ વિદ્યાપીઠમ સૈનિક સ્કૂલના વાર્ષિક દિવસ ઉજવણી દરમિયાન આ પહેલની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારનો દેશભરમાં 100 નવી સૈનિક શાળાઓ સ્થાપવાનો નિર્ણય ભારતમાં મૂળભૂત શિક્ષણની ગુણવત્તા સુધારવા અને દેશના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવાના તેના પ્રયાસોનો એક ભાગ છે.