Chandrayaan-4: ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) હવે તેના આગામી પ્રોજેક્ટ ચંદ્રયાન-4 પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેના આગામી પ્રોજેક્ટ વિશે માહિતી આપતા, ISRO કેન્દ્રના ડિરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે ચંદ્ર પર ચંદ્રયાન-3 લેન્ડરના સફળ સોફ્ટ-લેન્ડિંગ પછી, હવે અન્ય બે ચંદ્ર મિશન લુપેક્સ અને ચંદ્રયાન-4 પર કામ કરવામાં આવી રહ્યું છે. આ મિશનનો ધ્યેય ચંદ્ર પરથી માટીના નમૂનાઓ પરત લાવવાનો છે. આ વખતે 10 ગણું ભારે રોવર લોન્ચ કરવામાં આવશે. દેસાઈએ કહ્યું કે આ મિશનનું લેન્ડિંગ ચંદ્રયાન-3 જેવું જ હશે.
હવે ISRO ચંદ્ર પરથી માટી લાવવાની તૈયારી કરી રહ્યું છે
ચંદ્રની અંધારી બાજુએ 350 કિલો વજનનું લેન્ડર લેન્ડ કરશે
નિલેશ દેસાઈએ કહ્યું કે ચંદ્રયાન 3 મિશન પછી હવે અમે જાપાનની સ્પેસ એજન્સી JAXA સાથે મળીને સંયુક્ત ચંદ્રધ્રુવીય સંશોધન મિશન Lupex પર કામ કરવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે ચંદ્રયાન-3 મિશનમાં અમે 70 ડિગ્રી સુધી ગયા હતા. પરંતુ લ્યુપેક્સ મિશન સાથે અમે ચંદ્રના અંધારિયા પ્રદેશનું નિરીક્ષણ કરવા 90 ડિગ્રી પર જઈશું. એટલું જ નહીં, અમે એક રોવર મોકલીશું જે પહેલા કરતા લગભગ 10 ગણું ભારે હશે. તેમણે કહ્યું કે ચંદ્રના અંધારાવાળા વિસ્તારમાં એક મોટું રોવર લેન્ડ કરવામાં આવશે, જેનું વજન 350 કિલો હશે. ચંદ્રયાન-3 રોવરનું વજન માત્ર 30 કિલો હતું.