ઈટાલીની શાળાઓમાં બુરખા અને નકાબ પર બેન, PM જ્યોર્જિયા મેલોનીએ વિદેશીઓ માટે બનાવ્યા કડક નિયમો | Moneycontrol Gujarati
Get App

ઈટાલીની શાળાઓમાં બુરખા અને નકાબ પર બેન, PM જ્યોર્જિયા મેલોનીએ વિદેશીઓ માટે બનાવ્યા કડક નિયમો

ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ શાળાઓમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. વિદેશી વિદ્યાર્થીઓ માટે પણ કડક નિયમો લાગુ થશે. જાણો આ મોટા નિર્ણયની સંપૂર્ણ વિગતો.

અપડેટેડ 11:17:53 AM Sep 21, 2026 પર
Story continues below Advertisement
પીએમ મેલોનીએ સ્પષ્ટ કર્યું છે કે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ચહેરો હંમેશા ખુલ્લો હોવો જોઈએ. કોઈ પણ દીકરીને પરંપરાના નામે પોતાનો ચહેરો ઢાંકવા માટે મજબૂર ન કરી શકાય.

Italy burqa ban: તાજેતરમાં ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે ઈટાલીની શાળાઓમાં હવે બુરખા અને નકાબ પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવશે. આ સાથે જ ક્લાસમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પણ મર્યાદિત કરવામાં આવશે. ઈટાલીમાં આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ઈમિગ્રેશનએક મોટો ચૂંટણી મુદ્દો બની ગયો છે.

રોમમાં પોતાની રાષ્ટ્રવાદી પાર્ટી બ્રધર્સ ઓફ ઈટાલીના યુવા પાંખના એક કાર્યક્રમમાં સંબોધન કરતા પીએમ મેલોનીએ આ મોટી જાહેરાતો કરી હતી, જેને ત્યાં હાજર લોકોએ ઉભા થઈને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

શાળાઓમાં બુરખા અને નકાબ પર કડક પ્રતિબંધ

પીએમ મેલોનીએ સ્પષ્ટ કર્યું છે કે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ચહેરો હંમેશા ખુલ્લો હોવો જોઈએ. કોઈ પણ દીકરીને પરંપરાના નામે પોતાનો ચહેરો ઢાંકવા માટે મજબૂર ન કરી શકાય. બુરખો આખું શરીર અને ચહેરો ઢાંકે છે, જ્યારે નકાબમાં માત્ર આંખો દેખાય છે. આ બંને પહેરવેશ પર શાળાઓમાં કડક પ્રતિબંધ મુકાશે. હિજાબ માત્ર માથું અને ગરદન ઢાંકે છે પરંતુ ચહેરો ખુલ્લો રહે છે. મેલોનીએ પોતાની જાહેરાતમાં હિજાબ પર પ્રતિબંધની કોઈ વાત કરી નથી.

એક ક્લાસમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી થશે


નવા પ્રસ્તાવ મુજબ, હવે ઈટાલીની શાળાઓમાં એક ક્લાસમાં કેટલા વિદેશી વિદ્યાર્થીઓ બેસી શકશે તેની એક મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી 'રોયટર્સ' ના રિપોર્ટ અનુસાર, હાલમાં ઈટાલીની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી લગભગ 11.6 ટકા બાળકો વિદેશી નાગરિક છે. મેલોનીનું માનવું છે કે જો એક જ ક્લાસમાં ઇટાલિયન ભાષા ન સમજતા બાળકોની સંખ્યા વધુ હશે, તો તેમને ભાષા શીખવામાં અને ઈટાલીની વ્યવસ્થા સાથે ભળવામાં ભારે મુશ્કેલી પડશે.

માતા-પિતાએ પણ શીખવી પડશે ઇટાલિયન ભાષા

જે વિદેશી બાળકોને શાળામાં એડજસ્ટ થવામાં મુશ્કેલી પડી રહી છે, તેમના માતા-પિતા માટે પણ આ પ્રસ્તાવમાં કડક જોગવાઈ છે. આવા વાલીઓએ ફરજિયાતપણે ઇટાલિયન ભાષાના ક્લાસ લેવા પડશે. પીએમ મેલોનીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જો કોઈ ઈટાલીમાં આવીને પોતાનું ભવિષ્ય બનાવવા માંગતું હોય, તો તેણે અહીની ભાષા શીખવી પડશે, સંસ્કૃતિ સમજવી પડશે અને કાયદાઓનું પૂરતું સન્માન કરવું જ પડશે.

નવો કાયદો કેવી રીતે અમલમાં આવશે?

સરકાર ટૂંક સમયમાં જ આ પ્રસ્તાવને કેબિનેટમાં રજૂ કરશે. જોકે, માત્ર કેબિનેટની મંજૂરીથી આ કાયદો નહીં બને. તેને સંસદમાં રજૂ કરાશે અને 60 દિવસની અંદર સંસદીય મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.

આ પણ વાંચો-શું ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ વચ્ચે થશે સીધી મુલાકાત? ઈરાનની 7 શરતો સામે ટ્રમ્પે આપી 'દેશ તબાહ' કરવાની ચેતવણી

MoneyControl News

MoneyControl News

First Published: Sep 21, 2026 11:17 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.