માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો: માતા ઘરકામ કરતી ને રમતા રમતા બાળકી ગરોળી પકડીને ચાવવા લાગી, સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ | Moneycontrol Gujarati
Get App

માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો: માતા ઘરકામ કરતી ને રમતા રમતા બાળકી ગરોળી પકડીને ચાવવા લાગી, સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ

Surat News: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: સુરતમાં 7 મહિનાની માસૂમના હાથમાં ચવાયેલી ગરોળી જોતાં માતાના હોશ ઊડી ગયા, તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ

અપડેટેડ 04:04:22 PM Oct 06, 2023 પર
Story continues below Advertisement
Surat News: રમતાં રમતાં 7 મહિનાની બાળકી ગરોળી ચાવી ગઈ હતી

Surat News: જો તમારા ઘરમાં નાના બાળકો છે તો આ સમાચાર તમારા માટે છે. સુરતમાં માતા-પિતા માટે ફરી એકવાર લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના કડોદરા વિસ્તારમાં રમતાં રમતાં 7 મહિનાની બાળકી ગરોળી ચાવી ગઈ હતી. બાળકીની માતા ઘરના કામમાં વ્યસ્ત હતી. માતાએ બાળકીને ગરોળી ચબાવતા જોતા દોડ મૂકી અને બાળકીના મોઢામાંથી ગરોળી કાઢીને ફેંકી દીધી હતી. ત્યારબાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

કડોદરા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં 7 મહિનાની બાળકી ગરોળી ચાવવા લાગી ગઈ હતી. એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા અભિષેકસિંહની 7 મહિનાની દીકરી નિતારા ઘરમાં એકલી રમી રહી હતી. તે દરમિયાન તેમની બાજુમાંથી એક ગરોળી પસાર થતી હતી. બાળકીએ રમતાં રમતાં આ ગરોળીને પકડી લીધી અને સીધી પોતાના મોમાં મૂકી ગરોળીને ચાવવા લાગી હતી. બાળકીની માતા ઘરકામમાં વ્યસ્ત હોવાથી સમગ્ર વાતથી અજાણ હતી., પરંતુ બાળકીના હાથમાં ચવાયેલી ગરોળી જોતાં માતાના હોશ ઊડી ગયા હતા. બાળકીને તાત્કાલિક જ નજીકના દવાખાને લઈ ગઈ હતી. જોકે ગરોળી જેવી ચીજ ચાવી જતા તાત્કાલિક જ વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

હાલ બાળકીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની તબિયત સ્થિર છે. મહત્વનું છે કે, બાળકો નાના હોય છે તે દરમિયાન તેમને કોઈ પ્રકારની સમજણ ના હોવાને લીધે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ માતા-પિતાએ પણ પોતાના બાળકનું ધ્યાન રાખવું આવશ્યક છે. કારણ કે, બાળકની આસપાસ આંટાફેરા મારતા જીવજંતુઓને બાળક રમત રમતમાં પકડી લે છે, ત્યારબાદ બાળકનો જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે. તેવી જ ઘટના કડોદરા વિસ્તારમાં 7 માસની બાળકી સાથે બની હતી. બાળકી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત પણ સુધારા પર છે.


આ પણ વાંચો - iPhone SE 4: Apple iPhone 15 પછી લાવી રહ્યો છે વધુ એક નવો ફોન, ભૂલોમાં કરશે સુધાર

MoneyControl News

MoneyControl News

First Published: Oct 06, 2023 3:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.