Assam Floods: આસામમાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને કારણે નવા વિસ્તારો પણ ડૂબી ગયા છે. 12 જિલ્લાઓમાં લગભગ પાંચ લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. એક સત્તાવાર બુલેટિનમાં માહિતી આપવામાં આવી છે કે પૂરના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. હવામાન વિભાગે ફરી એકવાર મુશળધાર વરસાદની 'ઓરેન્જ એલર્ટ' ચેતવણી જારી કરી છે. IMD એ આસામના કેટલાક જિલ્લાઓમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના અહેવાલ મુજબ, ઉદલગુરી જિલ્લાના તામુલપુરમાં પૂરના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.

