August WPI DATA: કૉમર્સ મિનિસ્ટ્રીની તરફથી 14 સપ્ટેમ્બરના રજુ થયેલા આંકડાથી ખબર પડે છે કે ભારતનો જથ્થાબંધ ફુગાવો ઓગસ્ટમાં સતત પાંચમા મહિને નકારાત્મક ઝોનમાં રહ્યો હતો. જોકે, નેગેટિવ ઝોનમાં હોવા છતાં, જથ્થાબંધ મોંઘવારી દર (WPI) -0.52 ટકાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં -1.36 ટકાથી વધીને ઓગસ્ટમાં -0.52 ટકા થયો છે. જો કે, તે -0.6 ટકા હોવાનો અંદાજ હતો. ઓગસ્ટમાં ખાદ્ય પદાર્થોનો જથ્થાબંધ ફુગાવો જુલાઈમાં 7.75 ટકાથી ઘટીને 5.62 ટકા થયો હતો.
ઓગસ્ટમાં પ્રાઈમરી આર્ટિકલ્સનો જથ્થાબંધ ફુગાવો જુલાઈના 7.57 ટકાથી ઘટીને 6.34 ટકા પર રહ્યો છે. જ્યારે, ઈંધણ અને વિજળીનો જથ્થાબંધ ફુગાવો -12.79 ટકાથી વધીને -6.03 ટકા પર રહ્યો છે. ઓગસ્ટમાં દેશમાં મૈન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો જથ્થાબંધ ફુગાવો જુલાઈના -2.51 ટકાથી વધીને -2.37 ટકા પર રહ્યો છે. ઓગસ્ટમાં કોર મોંઘવારી દર -2.2 ટકા પર યથાવત રહ્યો છે.
જો કે, ઓગસ્ટમામં રિટેલ મોંઘવારીમાં મહીના દર મહીનાના આધારે 0.1 ટકાનો ઘટાડો આવ્યો. જ્યારે, ડબ્લ્યૂપીઆઈના ઑલ-કમોડિટી ઈંડેક્સમાં મંથલી બેસિસ પર 0.3 ટકાનો વધારો જોવાને મળ્યો છે. ઓગસ્ટમાં જથ્થાબંધ કિંમતોમાં આવેલી આ તેજીમાં ઈંધણ અને વિજળીની કિંમતોમાં વધારાનું સૌથી વધારે યોગદાન રહ્યુ છે. જો કે, વર્ષ દર વર્ષના આધાર પર ઈંધણ અને વિજળીનો મોંઘવારી દર શૂન્યથી નીચે રહ્યો છે પરંતુ ત્રિમાસિક ધોરણે તેમાં લગભગ 3 ટકાનો વધારો જોવા મળ્યો છે.
શાકભાજીની વાત કરીએ તો ઓગસ્ટમાં મહિના દર મહિનાના આધાર પર ડુંગળીના જથ્થાબંધ મોંઘવારી દરમાં 24 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે જુલાઈની સરખામણીએ બટાકાની જથ્થાબંધ મોંઘવારી દરમાં 0.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, ટામેટાંના જથ્થાબંધ ભાવમાં જુલાઈની સરખામણીમાં 19.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.