Audi Price Hike 2026: એપ્રિલથી Audiની તમામ કાર થશે મોંઘી, કિંમતોમાં 2% સુધીનો વધારો જાહેર | Moneycontrol Gujarati
Get App

Audi Price Hike 2026: એપ્રિલથી Audiની તમામ કાર થશે મોંઘી, કિંમતોમાં 2% સુધીનો વધારો જાહેર

Audi India એ એપ્રિલ 2026થી તમામ કારની કિંમતમાં 2% વધારો જાહેર કર્યો. જાણો કયા મોડલ પર અસર થશે, કારણ શું છે અને Audi SQ8 લોન્ચ વિશે સંપૂર્ણ માહિતી.

અપડેટેડ 06:06:23 PM Mar 12, 2026 પર
Story continues below Advertisement
આ ભાવ વધારાની જાહેરાત એવા સમયે આવી છે જ્યારે Audi ભારતીય બજારમાં પોતાની પાવરફુલ SUV Audi SQ8 લોન્ચ કરવાની તૈયારીમાં છે.

Audi Price Hike 2026: જો તમે Audi ની કોઈ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. જર્મન લક્ઝરી કાર બ્રાન્ડ Audi India એ ભારતીય બજારમાં વેચાતી પોતાની તમામ કારની કિંમતમાં 2 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવી કિંમતો 1 એપ્રિલ, 2026 થી લાગુ થશે.

કિંમત વધારાનું કારણ શું છે?

Audi India ના બ્રાન્ડ ડાયરેક્ટર બલબીર સિંહ ઢિલ્લોને આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, "છેલ્લા કેટલાક સમયમાં ઇનપુટ ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે અને ચલણના ભાવમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ બંને કારણોસર અમે 1 એપ્રિલ, 2026 થી 2% સુધીનો ભાવ વધારો લાગુ કરી રહ્યા છીએ." તેમણે એ પણ ઉમેર્યું કે કંપની પોતાના ગ્રાહકો પર આ ભાવ વધારાની ઓછામાં ઓછી અસર પડે તે માટે પ્રતિબદ્ધ છે.

કયા કયા મોડલ પર અસર થશે?

આ ભાવ વધારો Audi ની ભારતમાં વેચાતી સમગ્ર લાઈનઅપ પર લાગુ થશે. જે મોડલ્સની એક્સ-શોરૂમ કિંમતમાં ફેરફાર થશે તેમાં સામેલ છે, Audi A4, Audi A5, Audi A6, Audi Q3,Audi Q3 Sportback, Audi Q5, Audi Q7, Audi Q8, Audi RS Q8 Performance છે. આ 2026માં Audiની ભારતમાં પ્રથમ કિંમત વધારો છે. જોકે, આ ટ્રેન્ડ માત્ર Audi પૂરતો મર્યાદિત નથી. BMW અને Mercedes-Benz જેવી અન્ય લક્ઝરી કાર કંપનીઓએ પણ જાન્યુઆરી 2026 માં પોતાના વાહનોના ભાવમાં વધારો કર્યો હતો. ઇનપુટ ખર્ચ અને બાહ્ય પરિબળોને કારણે ઓટો ઉદ્યોગમાં સમયાંતરે ભાવ વધારો થતો રહે છે.


Audi SQ8 ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે

આ ભાવ વધારાની જાહેરાત એવા સમયે આવી છે જ્યારે Audi ભારતીય બજારમાં પોતાની પાવરફુલ SUV Audi SQ8 લોન્ચ કરવાની તૈયારીમાં છે. 17 માર્ચે ભારતમાં લોન્ચ થનારી SQ8, Audi Q8 અને ટોપ-રેન્જ RS Q8 વચ્ચેના ગેપને પૂરો કરશે. કંપનીએ લોન્ચ પહેલાં જ આ પર્ફોર્મન્સ SUV માટે 5 લાખ રૂપિયાની ટોકન રકમ સાથે બુકિંગ શરૂ કરી દીધું છે.

SQ8 નું એન્જિન કેટલું પાવરફુલ છે?

Audi SQ8 ની સૌથી મોટી ખાસિયત તેનું એન્જિન છે. સ્ટાન્ડર્ડ Q8 ની સરખામણીમાં SQ8 માં V8 એન્જિન આપવામાં આવ્યું છે, જે 507 HP પાવર અને 770 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. સામાન્ય Q8 ની સરખામણીએ SQ8 167 HP વધુ પાવર અને 270 Nm વધુ ટોર્ક આપે છે, જે તેને ખરેખર એક બીસ્ટ બનાવે છે.

ખરીદદારો માટે શું સલાહ છે?

જો તમે Audi ની કોઈ પણ કાર ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો 31 માર્ચ, 2026 પહેલાં બુકિંગ કરાવવું ફાયદાકારક રહેશે. 1 એપ્રિલથી 2% નો ભાવ વધારો લાગુ થયા બાદ લક્ઝરી કારની કિંમતમાં નોંધપાત્ર ફરક પડી શકે છે, કારણ કે આ કારોની બેઝ કિંમત જ ઘણી ઊંચી હોય છે. એટલે થોડી ટકાવારીનો વધારો પણ લાખો રૂપિયાનો ફરક લાવી શકે છે.

આ પણ વાંચો-Market outlook : સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ, જાણો 13 માર્ચે કેવી રહેશે માર્કેટની ચાલ

MoneyControl News

MoneyControl News

First Published: Mar 12, 2026 6:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.