Bajajs CNG: લાંબી રાહ જોયા બાદ બજાજની CNG બાઈકની લોન્ચિંગ તારીખ આવી ગઈ છે. ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, બજાજ તેની CNG બાઈક 5 જુલાઈએ પુણેમાં લોન્ચ કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં પુણેમાં CNG બાઇકનું અનાવરણ કરવામાં આવશે. જો કે આ બાઇકનું નામ શું હશે તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, કેટલાક અહેવાલો સૂચવે છે કે તેનું નામ 'બ્રુઝર' હોઈ શકે છે, જે તાજેતરમાં ચાકન સ્થિત બાઇક નિર્માતા દ્વારા ભારતમાં ટ્રેડમાર્ક કરવામાં આવ્યું હતું.