ભારતમાં બિઝનેસ કરતી બધી કંપનીઓ તેમના વ્હીકલના ભાવ વધારી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી, બધી કંપનીઓ એક પછી એક ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી રહી છે. આ સંદર્ભમાં, જર્મન લક્ઝરી કાર ઉત્પાદક કંપની BMW એ પણ તેની બધી કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી. BMW ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તે આવતા મહિનાથી તેની BMW અને મીની કાર સીરીઝના ભાવમાં 3 ટકા સુધીનો વધારો કરશે. તમને જણાવી દઈએ કે અન્ય કંપનીઓની જેમ, આ કાર ઉત્પાદક કંપની પણ આ વર્ષે બીજી વખત તેના વ્હીકલના ભાવમાં વધારો કરવા જઈ રહી છે. BMW એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેની કારની નવી કિંમતો 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે.