PUC New Rules: જો તમારી પાસે ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર વાહન છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કેન્દ્ર સરકારે વાહનોના પ્રદૂષણ પ્રમાણપત્ર એટલે કે PUC સર્ટિફિકેટની મુદતને લગતા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.
PUC New Rules: જો તમારી પાસે ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર વાહન છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કેન્દ્ર સરકારે વાહનોના પ્રદૂષણ પ્રમાણપત્ર એટલે કે PUC સર્ટિફિકેટની મુદતને લગતા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.
નવા નિયમો મુજબ, હવે બધી જ ગાડીઓ માટે PUC સર્ટિફિકેટની વેલિડિટી એકસરખી નહીં રહે. હવે PUC કેટલા સમય સુધી માન્ય રહેશે તેનો આધાર વાહનના ભારત સ્ટેજ એમિશન સ્ટાન્ડર્ડ, વાહનની ઉંમર (કેટલા વર્ષ જૂનું છે) અને તેનો ઉપયોગ પ્રાઈવેટ છે કે કોમર્શિયલ તેના પર રહેશે. એટલે કે હવે કોઈ ગાડીને 3 મહિના, કોઈને 6 મહિના, તો કોઈને 2 કે 3 વર્ષ સુધીની વેલિડિટીવાળું PUC સર્ટિફિકેટ મળશે.
જૂની ગાડીઓ માટે નિયમો કડક: BS-4 વાહનોને દર 6 મહિને ટેસ્ટ ફરજિયાત
સરકારના નવા ગેઝેટ નોટિફિકેશન મુજબ, જૂની કેટેગરીના વાહનો માટે પ્રદૂષણ તપાસના નિયમો કડક બનાવવામાં આવ્યા છે અને તેમની સમયમર્યાદા નક્કી કરી દેવામાં આવી છે.
BS-1, BS-2 અને BS-3 વાહનો: આ જૂના વાહનો માટે PUC સર્ટિફિકેટ માત્ર 3 મહિના માટે જ માન્ય રહેશે. એટલે કે દર 3 મહિને PUC રિન્યુ કરાવવું પડશે.
BS-4 વાહનો: તમામ BS-4 ગાડીઓ (પ્રાઈવેટ અને કોમર્શિયલ બંને) માટે હવે દર 6 મહિનામાં પોતાનું PUC સર્ટિફિકેટ રિન્યુ કરાવવું ફરજિયાત રહેશે.
BS-6 પ્રાઈવેટ ગાડીઓને મોટી રાહત: ઉંમર પ્રમાણે નક્કી થઈ વેલિડિટી
નવા નિયમોમાં સૌથી મોટો ફેરફાર અને રાહત BS-6 સ્ટાન્ડર્ડવાળી ગાડીઓના માલિકોને આપવામાં આવી છે. BS-6 વાહનોને 'પ્રાઈવેટ' અને 'કોમર્શિયલ' એમ 2 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. BS-6 પ્રાઈવેટ વાહનો માટેના નિયમો નીચે મુજબ છે:
6 વર્ષ સુધી જૂના વાહનો: રજિસ્ટ્રેશનની તારીખથી 6 વર્ષ સુધીની ઉંમર ધરાવતા પ્રાઈવેટ વાહનોએ દર 3 વર્ષે માત્ર એક જ વાર PUC કઢાવવું પડશે.
6 થી 10 વર્ષ જૂના વાહનો: જો વાહન 6 થી 10 વર્ષ જૂનું હોય, તો દર 1 વર્ષે PUC તપાસ કરાવવી પડશે.
10 વર્ષથી વધુ જૂના વાહનો: 10 વર્ષથી વધુ જૂની BS-6 પ્રાઈવેટ ગાડીઓએ દર 6 મહિનામાં એકવાર PUC ટેસ્ટ કરાવવો પડશે.
BS-6 કોમર્શિયલ વાહનો માટે શું છે નવા નિયમો?
6 વર્ષ સુધી જૂના વાહનો: રજિસ્ટ્રેશનથી 6 વર્ષ સુધીની ઉંમરના કોમર્શિયલ વાહનો માટે દર 2 વર્ષે એકવાર સર્ટિફિકેટ કઢાવવું પડશે.
6 થી 10 વર્ષ જૂના વાહનો: 6 થી 10 વર્ષના ગાળા દરમિયાન દર 1 વર્ષે એકવાર રિન્યુઅલ કરાવવું જરૂરી રહેશે.
10 વર્ષથી વધુ જૂના વાહનો: 10 વર્ષ પૂરા કરી ચૂકેલા કોમર્શિયલ વાહનોએ પણ દર 6 મહિનામાં એકવાર પ્રદૂષણ તપાસ કરાવવી પડશે.
PUC રિન્યુ કરાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખો આ 2 નિયમો
સરકારના જાહેરનામામાં PUC રિન્યુઅલ અંગે બે મહત્વની સ્પષ્ટતાઓ પણ કરવામાં આવી છે.
જે વાહનો પાસે પહેલાથી જ PUC સર્ટિફિકેટ છે, તેમના પર આ નવી વેલિડિટીનો નિયમ હાલનું સર્ટિફિકેટ પૂરું થયા બાદ જ્યારે તેઓ પહેલીવાર રિન્યુ કરાવશે ત્યારથી લાગુ પડશે. જો કોઈ વાહનમાલિક પોતાના PUC સર્ટિફિકેટની એક્સપાયરી ડેટ (મુદત પૂરી થવાની તારીખ) ના 10 દિવસ પહેલાં જ રિન્યુઅલ કરાવી લે છે, તો નવું સર્ટિફિકેટ જૂની એક્સપાયરી તારીખથી જ લાગુ ગણાશે (. પરંતુ જો એક્સપાયરી ડેટ વીતી ગયા પછી રિન્યુ કરાવવામાં આવશે, તો નવું સર્ટિફિકેટ જે તારીખે રિન્યુ કરાવ્યું હશે તે જ તારીખથી લાગુ ગણાશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.