Kia Syros price: બજેટના દિવસે કિયાએ જોરદાર ધમાકો કર્યો છે. કંપનીએ તેની કોમ્પેક્ટ SUV સાયરોસની કિંમત જાહેર કરી છે. બધી અટકળો ખોટી સાબિત કરતાં, કિયાએ તેની સાયરોસની કિંમત 8.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેના પ્રીમિયમ મોડેલ્સ EV9 અને કાર્નિવલમાંથી ડિઝાઇન પ્રેરણા લઈને, કંપનીએ સિરોસને અત્યાધુનિક ટેકનોલોજી, પ્રીમિયમ લક્ઝરી અને બોલ્ડ ડિઝાઇન આપી છે. ચાલો જાણીએ આ કારની બધી ખાસ વિશેષતાઓ.
બેજોડ ટેકનોલોજી અને સ્માર્ટ કનેક્ટિવિટી
કિયા સિરોસ સેગમેન્ટમાં પહેલી ઓવર-ધ-એર (OTA) સોફ્ટવેર અપડેટ સિસ્ટમ સાથે આવે છે, જે ડીલરશીપની મુલાકાત લીધા વિના 16 જેટલા કંટ્રોલર્સને આપમેળે અપડેટ કરવાની મંજૂરી આપે છે. આ ટેકનોલોજી સામાન્ય રીતે લક્ઝરી વ્કીકલમાં જોવા મળે છે. કિયા કનેક્ટ 2.0 સિસ્ટમ 80થી વધુ ફિચર્સનો વ્યાપક સ્યુટ પ્રોવાઇડ કરે છે જે સીમલેસ કનેક્ટિવિટી અને ઇન્ટેલીજન્ટ વ્હીકલ વ્યવસ્થાપન દ્વારા ડ્રાઇવિંગ એક્સપિરિયન્સને વધારે છે. વધુમાં, કિયાએ કિયા કનેક્ટેડ ડાયગ્નોસિસ (KCD) રજૂ કર્યું છે, જે યુઝર્સને તેમના વ્હીકલની સ્થિતિનું દૂરસ્થ મૂલ્યાંકન કરવાની મંજૂરી આપે છે, અને કિયા એડવાન્સ્ડ ટોટલ કેર (KATC), જે કસ્ટમરને ટાયર રિપ્લેસમેન્ટ અને જાળવણી અંગે માહિતી પ્રોવાઇડ કરશે.
પ્રીમિયમ કમ્ફર્ટ અને શાનદાર ઇન્ટિરિયર
2,550mm વ્હીલબેઝ સાથે, કિયા સિરોસ કમ્ફર્ટને પ્રાથમિકતા આપે છે. તેમાં 5-ઇંચ ક્લાઇમેટ કંટ્રોલ ડિસ્પ્લે, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, પ્રીમિયમ 8-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, રીઅર સીટ વેન્ટિલેશન, સ્લાઇડિંગ અને રિક્લાઇનિંગ 60:40 સ્પ્લિટ રીઅર સીટ અને ડ્યુઅલ-પેન પેનોરેમિક સનરૂફ મળે છે.
સેફ્ટિ અને પર્ફોમન્સ
કિયા સિરોસ લેવલ 2 એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) થી સજ્જ છે. સ્ટોપ એન્ડ ગો સાથે સ્માર્ટ ક્રુઝ કંટ્રોલ પણ ઉપલબ્ધ છે. લેન કીપ આસિસ્ટ અને લેન ફોલો આસિસ્ટ, બ્લાઇન્ડ વ્યૂ મોનિટર સાથે 360-ડિગ્રી કેમેરા, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ, છ એરબેગ્સ અને ABS પણ ઉપલબ્ધ છે.
-બંને એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે, જેમાં 6MT કન્ફિગરેશન સાથે Kia નું પહેલું સ્માર્ટસ્ટ્રીમ G1.0 ટર્બો GDIનો સમાવેશ થાય છે.