Auto sales: આ બે સસ્તી કારથી લોકોએ રાખ્યું અંતર! હવે કંપનીએ 6 એરબેગવાળી કારની કિંમત વધારીને કરી દીધી 4.23 લાખ
મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો અને S-Presso જેવી નાની કોમ્પેક્ટ કારના વેચાણમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2024-25 ના એપ્રિલથી ફેબ્રુઆરીના સમયગાળામાં, મિનિ સેગમેન્ટના કુલ 1,14,115 યુનિટ વેચાયા હતા, જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 1,30,365 યુનિટ હતા.
મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો અને S-Presso જેવી નાની કોમ્પેક્ટ કારના વેચાણમાં ઘટાડો થયો છે.
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીની 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની કારનું વેચાણ સતત ઘટી રહ્યું છે. મારુતિ સુઝુકી તેની મીની કારના વેચાણમાં ઘટાડો અનુભવી રહી છે. કંપની પાસે આ સેગમેન્ટમાં બે ફ્લેગશિપ કાર છે: અલ્ટો અને S-Presso. ગયા મહિને, એટલે કે ફેબ્રુઆરી 2025માં આ બંને મોડેલના કુલ 10,226 યુનિટ વેચાયા હતા, જ્યારે ફેબ્રુઆરી 2024માં આ આંકડો 14,782 યુનિટ હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં, મારુતિ સુઝુકીએ આ સેગમેન્ટમાં 31%નો ઘટાડો નોંધાવ્યો છે.
સ્મોલ કારના સેલિંગમાં ઘટાડો
મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો અને S-Presso જેવી નાની કોમ્પેક્ટ કારના વેચાણમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2024-25ના એપ્રિલથી ફેબ્રુઆરીના સમયગાળામાં, મિની સેગમેન્ટના કુલ 1,14,115 યુનિટ વેચાયા હતા, જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 1,30,365 યુનિટ હતા. આ 12%નો ઘટાડો દર્શાવે છે. ગયા મહિને એટલે કે ફેબ્રુઆરી 2025માં આ બંને કારના 10,226 યુનિટ વેચાયા હતા, જ્યારે ફેબ્રુઆરી 2024માં આ આંકડો 14,782 યુનિટ હતો. તેનો અર્થ એ કે આ સેગમેન્ટમાં વેચાણમાં 31%નો ઘટાડો થયો છે. જો આપણે એપ્રિલથી ફેબ્રુઆરી સુધીના સમગ્ર નાણાકીય વર્ષ 2024-25 ની વાત કરીએ, તો આ સમયગાળા દરમિયાન 1,14,115 કાર વેચાઈ હતી.
મારુતિ અલ્ટો K10 અને S-Pressoના સેલિંગ આંકડા
1. સપ્ટેમ્બર 2024માં, અલ્ટો K10ના 8,655 યુનિટ અને S-Pressoના 1,708 યુનિટ વેચાયા હતા.
2. ઓક્ટોબર 2024માં, અલ્ટો K10ના 8,548 યુનિટ અને S-Pressoના 2,139 યુનિટ વેચાયા હતા.
3. નવેમ્બર 2024માં અલ્ટો K10ના 7,467 યુનિટ અને S-Pressoના 2,283 યુનિટ વેચાયા હતા.
4. ડિસેમ્બર 2024માં અલ્ટો K10ના 7,410 યુનિટ અને S-Pressoના માત્ર 8 યુનિટ વેચાયા હતા.
6. ફેબ્રુઆરી 2025માં અલ્ટો K10ના 8,541 યુનિટ અને S-Pressoના 1,68 યુનિટ વેચાયા હતા.
કંપનીએ કર્યો છે આ સુધારો
જો કે કંપનીએ આ બંને કારમાં સિક્યોરિટી સ્ટાડર્ડ ઇમ્પ્રુવ કરવા માટે એક મહત્વપૂર્ણ સ્ટેપ ભર્યું છે. હવે, અલ્ટો અને S-Pressoના તમામ વેરિઅન્ટ્સમાં 6 એરબેગ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તેમને દેશની સૌથી સસ્તી 6 એરબેગથી સજ્જ કાર બનાવે છે. અલ્ટોની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 4.23 લાખ રૂપિયા છે, જ્યારે S-Pressoની પ્રાઇમરી કિંમત 4.27 લાખ રૂપિયા છે.