Reliance JioMotive: જૂની કાર પણ સ્માર્ટ બનશે! રિલાયન્સે JioMotive ડિવાઇસ કર્યું લોન્ચ, જાણી લો કિંમત સહિત ફિચર્સ | Moneycontrol Gujarati
Get App

Reliance JioMotive: જૂની કાર પણ સ્માર્ટ બનશે! રિલાયન્સે JioMotive ડિવાઇસ કર્યું લોન્ચ, જાણી લો કિંમત સહિત ફિચર્સ

Reliance JioMotive વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે માત્ર કાર ચોરીની ઘટનાઓને રોકવામાં જ મદદ કરશે નહીં, પરંતુ તે કારના એન્જિન, પર્ફોમન્સ અને ડ્રાઇવિંગ એક્સપિરિયન્સને સુધારવામાં પણ મદદ કરશે.

અપડેટેડ 07:02:06 PM Nov 07, 2023 પર
Story continues below Advertisement
Reliance JioMotive: JioMotive એ એક પ્લગ-એન્ડ-પ્લે ડિવાઇસ છે જેના ઇન્સ્ટોલેશન માટે કોઈ ખાસ મિકેનિક્સ અથવા મિકેનિકલ ફેરફારોની જરૂર નથી.

Reliance JioMotive: રિલાયન્સ જિયોએ ટ્રેડિશનલ કાર્સને સ્માર્ટ વ્હીકલમાં કન્વર્ટ કરવા માટે નવું ડિવાઇસ JioMotive લોન્ચ કર્યું છે. કારને નવી ટેક્નોલોજી સાથે જોડીને સ્માર્ટ બનાવતા આ ડિવાઈસની કિંમત 4,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ડિવાઈસમાં લોકેશન ટ્રેકિંગ અને ચોરી સામે રક્ષણ આપવા એલર્ટ જેવી ફિચર્સ છે. આ કારણે જૂની કારમાં પણ કનેક્ટેડ કારનો એક્સપિરિયન્સ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ડિવાઇસ તે કાર્સને પણ સ્માર્ટ બનાવશે જેમાં બિલ્ટમાં ફેન્સી ફીચર્સ નથી. તો ચાલો જાણીએ કે આ ડિવાઇસ કેવી રીતે કામ કરશે-

આજકાલ, મોટાભાગની કાર ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને બ્લૂટૂથ કનેક્ટિવિટી જેવી ફિચર્સથી સજ્જ આવી રહી છે. તમે તેને તમારા સ્માર્ટફોન સાથે સરળતાથી કનેક્ટ કરી શકો છો અને ઘણી એડવાન્સ ફિચર ઓપરેટ કરી શકો છો. કંપની દાવો કરે છે કે નવા JioMotive OBD એડેપ્ટરનો ઉપયોગ કરીને સમાન એક્સપિરિયન્સ પ્રાપ્ત કરી શકાય છે. આ નવું ડિવાઇસ લોકેશન, એન્જિન આરોગ્ય અને ડ્રાઇવિંગ પર્ફોમન્સ સહિત ઘણા પાસાઓને સુધારવામાં મદદ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડિવાઇસ જૂના મોડલની કાર અથવા તો બેઝ મોડલ માટે પણ વધુ સારું સાબિત થશે.

JioMotive કેવી રીતે કામ કરે છે?


JioMotive એ એક પ્લગ-એન્ડ-પ્લે ડિવાઇસ છે જેના ઇન્સ્ટોલેશન માટે કોઈ ખાસ મિકેનિક્સ અથવા મિકેનિકલ ફેરફારોની જરૂર નથી. તેના બદલે, તમે તેને તમારી કારમાં ખૂબ જ આસાનીથી ઇન્સ્ટોલ કરી શકો છો. યુઝર્સ Google Play Store અથવા Apple App Store પરથી JioThings એપ્લિકેશન આસાનીથી ડાઉનલોડ કરી શકે છે અને આ ડિવાઇસને તેમની કારમાં જાતે ઇન્સ્ટોલ કરી શકે છે. આ માટે, યુઝર્સ તેના Jio નંબર સાથે સાઇન અપ કરવું પડશે અને પ્રારંભ કરવા માટે નીચે આપેલા સ્ટેપને ફોલો કરો

1. Google Play Store અથવા Apple App Store પરથી JioThings એપ ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો.

2. તમારા Jio નંબર વડે JioThings માં લૉગિન કરો અથવા સાઇન અપ કરો, "+" પર ક્લિક કરો અને JioMotive પસંદ કરો.

3. જીઓમોટિવ બોક્સમાં આપેલ IMEI નંબર દાખલ કરો અને "આગળ વધો" ક્લિક કરો.

4. તમારી કારની વિગતો દાખલ કરો જેમ કે નોંધણી નંબર, કારનું નામ, વાહન બનાવવું, મોડેલ, ઇંધણનો પ્રકાર, ઉત્પાદનનું વર્ષ અને "સેવ" પર ક્લિક કરો.

5. JioMotive ડિવાઇસને તમારી કારના OBD પોર્ટમાં પ્લગ કરો. જ્યાં નેટવર્ક સારું હોય ત્યાં તમારી કાર પાર્ક કરવાનો પ્રયાસ કરો.

6. એપમાં દર્શાવેલ નિયમો અને શરતો સાથે સંમત થવા માટે ટિક કરો અને "સેવ" બટન પર ક્લિક કરો.

7. “JioJCR1440” પર ક્લિક કરો અને આગલી સ્ક્રીન પર “Proceed” પર ક્લિક કરો.

8. તમને સ્ક્રીન પર Jio દ્વારા પ્રાપ્ત સક્રિયકરણ વિનંતી માટે એક કન્ફોર્મેશન મેસેજ મળશે.

9. ડિવાઇસને એક્ટિવ કરવા માટે તમારી કારને 10 મિનિટ સુધી ચાલુ રાખો. તમારો ડેટા લગભગ 1 કલાકમાં JioThings એપમાં દેખાવાનું શરૂ થશે.

જો તમને JioMotive ડિવાઇસના ઉપયોગ અથવા ઇન્સ્ટોલેશન સંબંધિત કોઈપણ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તમે કંપનીના ટોલ ફ્રી નંબર: 1800-896-9999 પર કસ્ટમર કેરનો સંપર્ક કરી શકો છો. આ સિવાય ડિવાઈસ સાથે આપવામાં આવેલા મેન્યુઅલમાં કસ્ટમર કેર વિશે સંપૂર્ણ માહિતી પણ ઉપલબ્ધ હશે.

આપને જણાવી દઈએ કે, JioMotive ડિવાઈસ ઈ-સિમથી સજ્જ છે, જે યુઝરના હાલના મોબાઈલ ડેટા પ્લાન સાથે ડેટા શેર કરે છે, જેનાથી અલગ સિમ કાર્ડ અથવા ડેટા પ્લાનની જરૂરિયાત ખતમ થઈ જાય છે. આ ડિવાઇસ જિયો-ફેન્સીંગ અને ટાઇમ ફેન્સીંગ ફીચર્સ પણ પ્રદાન કરે છે, જે જ્યારે વાહન નિર્ધારિત મર્યાદાથી દૂર જાય છે અથવા જ્યારે વાહન શરૂ થાય છે ત્યારે ચેતવણી મેસેજ મોકલીને એલર્ટ આપે છે.

તમને આ ફિચર્સ મળશે

જો તમે આ ડિવાઇસને તમારી કારમાં ઇન્સ્ટોલ કરો છો, તો JioMotive બેટરી આરોગ્ય, એન્જિન લોડ, કુલન્ટ ટેમ્પરેચર અને એર કમ્પ્રેશર ચેમ્પરેચર સહિત અન્ય મહત્વપૂર્ણ વ્હીકલ સંબંધિત ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે. કંપની કહે છે કે તે 200થી વધુ એન્જિન ડાયગ્નોસ્ટિક કોડ પ્રોવાઇડ કરે છે, જેથી યુઝર્સ તેના વ્હીકલના એન્જિન અને પર્ફોમન્સ પર નજીકથી નજર રાખી શકે. આ ડિવાઇસના ઉપયોગથી વાહનની ચોરી અટકાવવાની પણ અપેક્ષા છે.

તમે JioMotive ક્યાંથી ખરીદી શકો છો

JioMotive હાલમાં સમગ્ર દેશમાં રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ સિવાય કંપનીની સત્તાવાર વેબસાઇટ (રિલાયન્સ ડિજિટલ) પર વેચાણ માટે ઉપલબ્ધ છે. તેની કિંમત 4,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો-Delhi Air Pollution: શિયાળામાં આ 10 ખાદ્યપદાર્થો ખાઓ, રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે, ઝેરી હવાની અસર પણ ઓછી થશે

MoneyControl News

MoneyControl News

First Published: Nov 07, 2023 7:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.