Balochistan Blast: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટથી હચમચી, એક વ્યક્તિએ મસ્જિદ પાસે પોતાની જાતને ઉડાવી દીધી, DSP સહિત 34ના મોત
Balochistan Blast: આ વિસ્ફોટ મસ્તાંગ જિલ્લામાં મદીના મસ્જિદ પાસે થયો હતો. આ આત્મઘાતી વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોમાં રેલી દરમિયાન ફરજ પર રહેલા મુસ્તાંગના નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) નવાઝ ગશકોરી પણ સામેલ હતા. સમાચાર અનુસાર, મસ્જિદ પાસે વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકો ઈદ-મિલાદ ઉન નબીના અવસર પર એકઠા થયા હતા.
Balochistan Blast: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક મસ્જિદ પાસે શુક્રવારે આત્મઘાતી વિસ્ફોટ થયો હતો.
Balochistan Blast: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક મસ્જિદ પાસે શુક્રવારે આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. આ પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા હતા અને 130થી વધુ લોકો ઘાયલ થયા હતા. પયગંબર મોહમ્મદના જન્મદિવસ 'ઈદ-એ-મિલાદ ઉન નબી'ની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો મસ્જિદની બહાર રેલી માટે એકઠા થયા હતા. ત્યારે આ વિસ્ફોટ થયો હતો. મીડિયા રિપોર્ટ્સથી આ જાણકારી સામે આવી છે.
જિયો ન્યૂઝના સમાચાર અનુસાર, આ વિસ્ફોટ મસ્તાંગ જિલ્લામાં મદીના મસ્જિદ પાસે થયો હતો. આ આત્મઘાતી વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોમાં રેલી દરમિયાન ફરજ પર રહેલા મુસ્તાંગના નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) નવાઝ ગશકોરી પણ સામેલ હતા.
સમાચાર અનુસાર, મસ્જિદ પાસે વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકો ઈદ-મિલાદ-ઉન-નબીના અવસર પર એકઠા થયા હતા. ઈદ મિલાદ ઉન નબી પયગંબર મોહમ્મદના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે.
સિટી પોલીસ સ્ટેશનના વડા મોહમ્મદ જાવેદ લાહિરીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ આત્મઘાતી હુમલો હતો અને હુમલાખોરે પોલીસ અધિકારીના વાહનની બાજુમાં ઉભો હતો ત્યારે બોમ્બ વિસ્ફોટ કર્યો હતો.
લહરીએ કહ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે, જ્યારે હોસ્પિટલોમાં ઈમરજન્સી લાદવામાં આવી છે.
ડોન અખબારે શહીદ નવાબ ગૌશ બખ્શ રાયસાની મેમોરિયલ હોસ્પિટલના સીઈઓ ડો. સઈદ મીરવાનીને ટાંકીને કહ્યું કે, વિસ્ફોટમાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા છે અને 130થી વધુ લોકો ઘાયલ થયા છે.
વહીવટીતંત્રે કહ્યું, "કેટલાક ઘાયલોની હાલત ખૂબ જ ગંભીર છે."
બલૂચિસ્તાનના વચગાળાના માહિતી મંત્રી જાન અચકઝાઈએ જણાવ્યું હતું કે બચાવ ટીમો મસ્તાંગમાં રવાના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગંભીર રીતે ઘાયલ લોકોને ક્વેટા ખસેડવામાં આવી રહ્યા છે અને તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી લાદવામાં આવી છે.
તેમણે કહ્યું, “દુશ્મન, વિદેશી શક્તિઓના આશ્રય હેઠળ, બલૂચિસ્તાનમાં શાંતિ અને ધાર્મિક સંવાદિતાને નષ્ટ કરવા માંગે છે. આ વિસ્ફોટ અસહ્ય છે.