યોગગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદના આચાર્ય બાલકૃષ્ણને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે તેમની સામેના અવમાનના કેસને બંધ કરી દીધો છે. રામદેવ અને બાલકૃષ્ણએ લેખિતમાં માફી માંગી હતી અને કહ્યું હતું કે ભવિષ્યમાં પતંજલિ પ્રોડક્ટને લઈને ભ્રામક જાહેરાતો અને ભ્રામક દાવા કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે 14 મેના રોજ ભ્રામક જાહેરાતના કેસમાં યોગ ગુરુ રામદેવ, તેમના સહયોગી બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડને આપવામાં આવેલી અવમાનના નોટિસ પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.

