ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં સ્થિત જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસા અંગે એક મોટો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે હિંસા સુનિયોજિત હતી અને તેની પાછળ તુર્કો અને પઠાણ સમુદાય વચ્ચે સર્વોચ્ચતા માટેની લોહિયાળ લડાઈ હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા, જે તમામ પઠાણ ધારાસભ્ય ઈકબાલ મહમૂદ અન્સારીના સમર્થકો હતા. સૂત્રોને ટાંકીને આ માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હિંસાનું મુખ્ય કારણ તુર્ક વિરુદ્ધ પઠાણ અને દેશી વિરુદ્ધ વિદેશીના મુદ્દા હતા. જેના કારણે બંને સમુદાયના સમર્થકો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો.



