Get App

BRICS Summit : છ નવા સભ્ય દેશોનું PM મોદીએ કર્યું સ્વાગત,કહ્યું-BRICSનું વિસ્તરણ તમામ વૈશ્વિક સંસ્થાઓ માટે સંદેશ

BRICS Summit : જોહાનિસબર્ગમાં બ્રિક્સ નેતાઓ સાથેની મીડિયા બ્રીફિંગમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત) નવા સભ્યો તરીકે જૂથને નવી ઊર્જા અને દિશા આપશે.

MoneyControl Newsઅપડેટેડ Aug 24, 2023 પર 3:41 PM
BRICS Summit : છ નવા સભ્ય દેશોનું PM મોદીએ કર્યું સ્વાગત,કહ્યું-BRICSનું વિસ્તરણ તમામ વૈશ્વિક સંસ્થાઓ માટે સંદેશBRICS Summit : છ નવા સભ્ય દેશોનું PM મોદીએ કર્યું સ્વાગત,કહ્યું-BRICSનું વિસ્તરણ તમામ વૈશ્વિક સંસ્થાઓ માટે સંદેશ
BRICS Summit : નવા સભ્ય દેશો 1 જાન્યુઆરી, 2024થી બ્રિક્સનો ભાગ બનશે.

BRICS Summit: બ્રિક્સ જૂથના નેતાઓએ ગુરુવારે, 24 ઓગસ્ટે, સાઉદી અરેબિયા, ઈરાન, ઇથોપિયા, ઇજિપ્ત, આર્જેન્ટિના અને સંયુક્ત આરબ અમીરાત સહિત છ દેશોને જૂથમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. આ પગલાનો ઉદ્દેશ્ય BRICS બ્લોકનો દબદબો વધારવાનો છે, જેણે "ગ્લોબલ સાઉથ" ને ચેમ્પિયન બનાવવાનું વચન આપ્યું છે. બ્રિક્સ જૂથમાં હાલમાં પાંચ દેશો છે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા. જેને ટૂંકમાં બ્રિક્સ કહેવામાં આવે છે. જૂથના વિસ્તરણના પ્રથમ તબક્કા પર આ પાંચ દેશો વચ્ચે સર્વસંમતિ સધાઈ છે, જે 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવશે.

વિસ્તરણ તમામ વૈશ્વિક સંસ્થાઓ માટે સંદેશ- PM

બ્રિક્સે છ દેશોને તેના નવા સભ્યો તરીકે સામેલ કરવાનો નિર્ણય કર્યા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે, જૂથનું આધુનિકીકરણ અને વિસ્તરણ એ સંદેશ છે કે તમામ વૈશ્વિક સંસ્થાઓએ બદલાતા સમયમાં પોતાને બદલવાની જરૂર છે. જોહાનિસબર્ગમાં બ્રિક્સ નેતાઓ સાથેની મીડિયા બ્રીફિંગમાં મોદીએ કહ્યું કે, આર્જેન્ટિના, ઈજિપ્ત, ઈથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ને નવા સભ્યો તરીકે સામેલ કરવામાં આવશે. આમ કરવાથી જૂથને નવી ઉર્જા અને દિશા મળશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો