Buying house is more expensive: અમદાવાદીઓ માટે ઘર ખરીદવાને લઇ એક માઠા સમાચાર સામે આવ્યા છે. હવે જો કોઈને નવુ મકાન ખરીદવુ હશે તો વધુ કિંમત ચુકવવી પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી એક મહત્ત્વપૂર્ણ અને બોજાદાયક નિર્ણય લીધો છે. શહેરમાં નવાં બાંધકામોને લગતી ફીમાં વધારો ઝીંક્યો છે. AMC દ્વારા હાલ એક નવો જ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ચણતર ફી, ટ્રી પ્લાન્ટેશન ડિપોઝીટમાં વધારો કરાયો છે તેમજ બિલ્ડીંગ રિમૂવલ મટીરીયલ ચાર્જમાં પણ વધારો કરાયો છે.
AMC દ્વારા નવો પરિપત્ર જાહેર
એસજી હાઈવે, પ્રહલાદ નગર, બોપલ, થલતેજ, સાયન્સ સિટી હવે અમદાવાદીઓ માટે ઓલ્ડ ફેશન બન્યું છે. તેના કરતા હવે ગોતા, ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, ત્રાગડ જેવા વિસ્તારો અમદાવાદની પહેલી પસંદ બની રહ્યાં છે. એટલે એક સમયે પશ્ચિમ વિસ્તારોની બોલબાલા હતી, પરંતુ હવે લોકોને ઉત્તર અમદાવાદ પસંદ આવી રહ્યું છે. નવુ ઘર ખરીદનારા હવે ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, ત્રાગડ, વૈષ્ણવદેવી આસપાસ ઘર લેવાનું વધુ પસંદ કરે છે. રિપોર્ટના આંકડા અનુસાર, ઉત્તર અમદાવાદમાં મકાનોનું વેચાણ 29 ટકાથી વધીને 33 ટકા થયું છે. તો પશ્ચિમ અમદાવાદમાં વેચાણ 26 ટકા પર સ્થિર થઈ ગયું છે.
રિયલ એસ્ટેટ માર્કેટમાં હૈદરાબાદ બાદ અમદાવાદમાં સૌથી વધુ પ્રોપર્ટીના ભાવ છે. શહેરમાં માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જ ઘર 4 ટકા મોંઘા બન્યા છે. જોકે, માર્કેટ પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે. પરંતુ બીજી હકીકત એ પણ છે કે અમદાવાદમાં ઘર ખરીદવા મામલે લોકોનો શોખ હવે હાઈફાઈ બની રહ્યો છે. અમદાવાદીઓ મોંઘા ઘર ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં 1 કરોડથી વધુની કિંમતના ઘરના વેચાણમા વધારો થઈ રહ્યો છે. એટલે કે અમદાવાદીઓને હવે મોંઘા ઘર પસંદ આવી રહ્યાં છે.