વિકસિત ભારત માટે CIIની બ્લૂપ્રિન્ટ: 14 સેક્ટરમાં 250થી વધુ સુધારાની ભલામણો | Moneycontrol Gujarati
Get App

વિકસિત ભારત માટે CIIની બ્લૂપ્રિન્ટ: 14 સેક્ટરમાં 250થી વધુ સુધારાની ભલામણો

Developed India CII Reforms: CIIએ વિકસિત ભારત માટે 14 સેક્ટરમાં 250થી વધુ સુધારાની ભલામણો સાથે બ્લૂપ્રિન્ટ રજૂ કરી. જાણો GST, નિજીકરણ, ઊર્જા નીતિ અને રોજગાર નીતિ પરના મહત્વના સૂચનો વિશે.

અપડેટેડ 02:33:38 PM Aug 25, 2025 પર
Story continues below Advertisement
આ રિપોર્ટ ભારતના આર્થિક વિકાસને નવી દિશા આપવા અને વૈશ્વિક સ્તરે તેની સ્થિતિ મજબૂત કરવા માટે એક મહત્વનું પગલું છે.

Developed India CII Reforms: કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)એ ભારતને વૈશ્વિક સ્તરે પ્રતિસ્પર્ધી બનાવવા માટે એક વ્યાપક બ્લૂપ્રિન્ટ રજૂ કરી છે. આ રિપોર્ટમાં 14 મહત્વના સેક્ટરમાં 250થી વધુ સુધારાની ભલામણો કરવામાં આવી છે, જેમાં સરળ GST માળખું, પ્રાઇવેટાઇઝેશન ઓફ નોન સ્ટ્રેટેજીક પબ્લીક સેક્ટર યુનિટ, રિઝનેબલ ફી સ્ટ્રક્ચર, ઝડપી વિવાદ નિરાકરણ અને રાષ્ટ્રીય રોજગાર તેમજ ગિગ ઇકોનોમી નીતિઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

CIIના અધ્યક્ષ રાજીવ મેમાનીએ જણાવ્યું કે, આ ભલામણો સરકારના ‘વિકસિત ભારત’ના વિઝન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. ઉદ્યોગના નેતાઓ, અર્થશાસ્ત્રીઓ અને નીતિ નિષ્ણાતો સાથેની ચર્ચાઓ બાદ તૈયાર કરાયેલો આ દસ્તાવેજ નીતિ નિર્માણમાં નવા વિચારો લાવશે. તેમણે ઉમેર્યું કે, આ બ્લૂપ્રિન્ટ એક જીવંત દસ્તાવેજ છે, જે સતત વિકસિત થશે.

મુખ્ય સુધારા કયા છે?

રિપોર્ટમાં નીચેના મુખ્ય સુધારાઓનો સમાવેશ થાય છે:-

આર્થિક સુધારા: રાજકોષીય સુજાણપણું, ઇનફ્લેશન કંટ્રોલ અને મોર્ડન ન્યુમરિકલ સિસ્ટમ.


પ્રાઇવેટાઇઝેશન: પ્રાઇવેટાઇઝેશન ઓફ નોન સ્ટ્રેટેજીક પબ્લીક એનટેટીઝ અને સોવરન વેલ્થ ફંડની સ્થાપના.

શ્રમ અને રોજગાર: સુવ્યવસ્થિત શ્રમ કોડ, ન્યૂનતમ વેતન માળખું અને ગિગ ઇકોનોમી નીતિઓ.

ન્યાયિક સુધારા: વિવાદોના ઝડપી નિરાકરણ માટે વાણિજ્યિક કોર્ટ, મધ્યસ્થી પરિષદો અને મજબૂત ટ્રિબ્યુનલ.

ઊર્જા નીતિમાં પણ ફેરફારની ભલામણ

CIIએ ઊર્જા ક્ષેત્રમાં પણ સુધારાની હિમાયત કરી છે. આમાં પ્રતિસ્પર્ધી શુલ્ક માળખું, ક્રોસ-સબસિડીની સમાપ્તિ, મજબૂત ટ્રાન્સમિશન નેટવર્ક, ન્યૂક્લિયર ઊર્જામાં ખાનગી ભાગીદારી અને ગ્રીન હાઇડ્રોજન બ્લૂપ્રિન્ટનો સમાવેશ થાય છે.

વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં ભારતનું સ્થાન

CIIના ભૂતપૂર્વ અધ્યક્ષ સંજીવ બજાજે જણાવ્યું કે ભારત જેમ જેમ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં ટકી રહેવા માટે સુધારાઓની ગતિ વધારવી જરૂરી છે. મુક્ત વેપાર કરારો અને વૈશ્વિક આર્થિક વિસ્તરણ સાથે, ભારતીય ઉદ્યોગોએ વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવા તૈયાર રહેવું જોઈએ. આ રિપોર્ટ ભારતના આર્થિક વિકાસને નવી દિશા આપવા અને વૈશ્વિક સ્તરે તેની સ્થિતિ મજબૂત કરવા માટે એક મહત્વનું પગલું છે.

આ પણ વાંચો-India-US relations: ટ્રમ્પની વિદેશ નીતિ પર જયશંકરના પ્રહાર, અમેરિકા-ભારત સંબંધોમાં તણાવ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 25, 2025 2:33 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.