Civil Defence Mock Drill: 29 મેના રોજ દેશના ચાર સરહદી રાજ્યોમાં સિવિલ મોક ડ્રીલ યોજાશે. આ મોક ડ્રીલ ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરમાં યોજાશે. અગાઉ, 7 મેના રોજ દેશભરમાં સિવિલ મોક ડ્રીલ યોજાઈ હતી. ગૃહ મંત્રાલયે 7 મેના રોજ દેશભરના 244 જિલ્લાઓમાં એક મોટી સિવિલ મોક ડ્રીલનો આદેશ આપ્યો હતો. પહેલગામ આતંકવાદી હુમલા પછી આ બીજી વખત હશે જ્યારે મોક ડ્રીલ યોજાશે.

