CPEC-II, China-Pakistan Economic Corridor: ચીન અને પાકિસ્તાન નવા આર્થિક પ્રોજેક્ટ CPEC-IIનો બીજો તબક્કો શરૂ કરવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ ચીનની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)નો એક મહત્વનો ભાગ છે, જે 2015માં શરૂ થયેલા CPECનો વિસ્તૃત સ્વરૂપ છે. CPEC-IIમાં ઔદ્યોગિક વિકાસ, કૃષિ, વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા નવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ પાકિસ્તાનના વિશેષ આર્થિક ઝોન (SEZ) અને ગ્વાદર બંદરની કનેક્ટિવિટીને વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.

